મધ્યપ્રદેશના ગ્વાલિયર પોલીસે બાઇકની ચોરી કરતા બે આરોપીની ધરપકડ કરી લીધી છે. આ લોકો કેવી રીતે ચોરી કરતા હતા તેનું રિન્કસ્ટ્રકશન કરાવ્યું હતું.  તેનો વીડિયો વાયરલ થયો છે. આપ પણ જુઓ કેવી રીતે પળવારમાં આ બાઇક ચોરો બાઇકની  ચોરી કરે છે.

મળતી માહિતી મુજબ પોલીસને જાણકારી મળી હતી કે, બે યુવકો ચોરીની બાઇક ડીડીનગર વિસ્તારમાં છુપાવવા માટે આ છે. આ ઘટનાની જાણ થતાં સીએસપી  રવિ ભદૌરિયાની ટીમે પોલીસને આ વિસ્તારમાં તપાસ માટે મોકલી હતી. આયુવકો જેવા બાઇક લેવા માટે અહીં પહોંચ્યા કે તેને પોલીસ ઝડપી લીધા હતા. આ બંને આરોપી પાસેથી ત્રણ બાઇક મળી હતી.

કેવી રીતે કરતા હતા બુલેટની ચોરી

વાયરલ વીડિયોમાં જોઇ શકાય છે કે, ઓરોપી પોલીસને જણાવે છે કે, તે કેવી રીતે બાઇકની ચોરી કરતા હતા. ડેમો માટે પોલીસે આરોપીને એક બાઇક આપ્યું.  તેમણે બાઇક પર ચઢીને કેટલી આસાની તેનું હેન્ડલ લોક તોડ્યું તે કરી બતાવ્યું હતું. આટલું જ નહી  આસાથે તેને બાઇક ચાલુ પણ કરી દીધુ. અહીં મોજૂદ કોઇએ આ ડેમોનો વીડોય બનાવી લીઘો. જે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

માત્ર બુલેટની જ કેમ કરતા હતા ચોરી

પોલીસે જ્યારે પૂછ્યું કે, માત્ર બુલેટની જ કેમ ચોરી કરતા હતા. તો તેમણે કહ્યું કે, બુલેટની રિસેલ કરવામાં સારી કિંમત મળે છે. જેથી માત્ર બુલેટના ટારગેટ કરતા હતા.