Rain Uttarakhand: ભારે વરસાદને કારણે મેદાની વિસ્તારોમાં નદીઓના જળસ્તરમાં વધારો થયો છે. શનિવારે હરિદ્વારના લાલધાંગમાં કોટા નદીમાં ઘોડાપુર આવ્યું હતું. આ દરમિયાન ઉત્તર પ્રદેશ ટ્રાન્સપોર્ટની મુસાફરોથી ભરેલી બસ નદીની વચ્ચે ફસાઈ ગઈ  છે. હાલમાં ક્રેનની મદદથી નદીમાં જ બસને રોકી દેવામાં આવી છે. બસમાં 70 જેટલા મુસાફરો  છે.


હરિદ્વારમાં સવારથી વરસાદ પડી રહ્યો છે. આગામી કેટલાક કલાકો સુધી આ સ્થિતિ ચાલુ રહેશે તો લાંબો સમય વીજકાપ રહેશે અને પાણી પણ બંધ થઈ જશે તેવી પૂરેપૂરી સંભાવના છે.ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે.


બીજી તરફ, પૌડી જિલ્લાના થલીસૈન બ્લોક હેઠળના રૌલી ગામમાં ગઈકાલે રાત્રે વાદળ ફાટવાને કારણે ભારે નુકસાન થયું છે. ઉત્તરકાશીના પુરોલામાં પણ વાદળ ફાટવાની ઘટના સામે આવી છે. કાટમાળના કારણે બદ્રીનાથ, કેદારનાથ અને ગંગોત્રી-યમુનોત્રી હાઈવે બંધ કરી દેવામાં આવ્યા છે.


હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ


હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદબાદ મંડી-પંડોહ નેશનલ હાઈવે પથ્થરો પડવાને કારણે બ્લોક થઈ ગયો હતો, જ્યારે ઉત્તરાખંડમાં યમુનોત્રી નેશનલ હાઈવે પર પણ ભૂસ્ખલનના અહેવાલ છે.હિમાચલ પ્રદેશમાં ફરી એકવાર ભારે વરસાદે તબાહી મચાવી છે, જેના કારણે મંડી અને સિરમૌર જિલ્લામાંથી ભૂસ્ખલનની માહિતી મળી રહી છે.હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં વરસાદને કારણે મંડી-પંડોહ નેશનલ હાઈવે પાસે પથ્થર પડવાને કારણે રસ્તો બંધ થઈ ગયો છે.મોડી રાતથી સિરમૌર અને મંડી જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે ઉના, સોલન, સિરમૌર અને શિમલા અને અન્ય સ્થળો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના બરકોટમાં ભારે વરસાદને પગલે યમુનોત્રી નેશનલ હાઈવે પર કાટમાળ અને પથ્થરો પડ્યા હતા.કર્ણપ્રયાગમાં ગઈકાલે રાત્રે ભારે વરસાદ બાદ વરસાદી પાણીના નાળા બંધ થવાને કારણે પાણી અને કાટમાળ લોકોના ઘરો અને દુકાનોમાં ઘુસી ગયા હતા, જેના પછી લોકો આખી રાત શાંતિથી સૂઈ શક્યા ન હતા.