Reserve Bank Of India : ભારતીય રિઝર્વ બેંકે ફરી એકવાર મોટો નિર્ણય લીધો છે. RBIએ 2016 ના નોટબંધી પછી જારી કરાયેલ 2000 રૂપિયાની નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી છે. જો કે હાલ બજારમાં હાલની 2000ની નોટો ચલણમાં રહેશે.
બેંકમાં નોટો બદલવા માટે ખાસ વિન્ડો
આરબીઆઈની માર્ગદર્શિકા અનુસાર, બેંકો પાસે 2000ની નોટ બદલવા માટે અલગથી વિશેષ વિન્ડો હશે. જ્યાં તમે 2000ની નોટ સરળતાથી બદલી શકશો. એક અનુમાન મુજબ હાલમાં 3 લાખ 62 હજાર કરોડ 2000ની નોટ ચલણમાં છે. હવે જોવાનું રહેશે કે કેટલી નોટો બેંકમાં પાછી આવે છે.
ઉલ્લેખનીય છે કે, 8 નવેમ્બર 2016ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાત બાદ 500 અને 1000 રૂપિયાની તમામ નોટો ચલણમાંથી બહાર થઈ ગઈ હતી. આ કરન્સીના સ્થાને રિઝર્વ બેંકે 500 અને 2000 રૂપિયાની નવી નોટો બહાર પાડી હતી. રિઝર્વ બેંકનું માનવું હતું કે 2000 રૂપિયાની નોટ ચલણમાંથી બહાર મુકાયેલી નોટોના મૂલ્યની સરળતાથી ભરપાઈ કરશે.
શું ઘણા સમય પહેલા જ છાપવાની બંધ કરી દેવાઈ હતી રૂ. 2000ની નોટ?
સાત વર્ષ પહેલા, 8 નવેમ્બર 2016ના રોજ, મોદી સરકારે અચાનક રૂ. 500 અને રૂ. 1000ની નોટો બંધ કરી દીધી હતી. તેમણે કહ્યું કે આનાથી કાળું નાણું અને આતંકવાદી ફંડિંગ બંધ થશે. જૂની નોટોના બદલામાં 500 અને 2000 રૂપિયાની નવી નોટો લાવવામાં આવી હતી. ઘણા સમયથી સમાચાર આવી રહ્યા હતા કે 2000ની નોટ છાપવામાં આવી રહી નથી.
પરંતુ ગયા વર્ષે જ નવેમ્બરમાં એક RTI દ્વારા માહિતી મળી હતી કે, RBIએ બે વર્ષથી વધુ સમયથી રૂ. 2,000ની નોટો છાપી નથી. ઈકોનોમિક ટાઈમ્સે પોતાના અહેવાલમાં જણાવ્યું હતું કે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા નોટ પ્રિન્ટિંગે RTIના જવાબમાં જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ 2016-17માં 2 હજાર રૂપિયાની 354 કરોડ રૂપિયાની નોટો છાપવામાં આવી હતી. ત્યાર બાદ તેનું પ્રિન્ટિંગ ઝડપથી ઘટતું ગયું હતું. આગલા વર્ષે માત્ર 11 કરોડ રૂપિયા અને પછીના વર્ષે એટલે કે 2018-19માં માત્ર 4.5 કરોડ રૂપિયાની નોટો જ છપાઈ હતી. આ પછી 2000ની નોટોનું પ્રિન્ટિંગ બંધ થઈ ગયું.
સૌથી મોટા સમાચાર, 2000 રુપિયાની નોટ પરત લેશે RBI, જાણો બેંકોને શું કહ્યું?
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) 2000 રૂપિયાની નોટ પાછી ખેંચવા જઈ રહી છે. આ નોટ ચલણમાં રહેશે. ભારતીય રિઝર્વ બેંકે બેંકોને તાત્કાલિક અસરથી 2000 રૂપિયાની બેંક નોટ જારી કરવાનું બંધ કરવાની સલાહ આપી છે. વર્ષ 2016માં નોટબંધી બાદ 2000 હજાર રૂપિયાની નોટ લાવવામાં આવી હતી. નોટબંધી દરમિયાન 500 અને 1000 રૂપિયાની નોટો બંધ કરવામાં આવી હતી.
હવે 2 હજાર રુપિયાની નવી ચલણી નોટ નહી છપાય. 30 સપ્ટેમ્બર સુધી RBI 2 હજારની ચલણી નોટ સ્વિકારશે. આરબીઆઈ હવે 2 હજાર રુપિયાની નવી નોટ બહાર નહી પાડે. હાલ બજારમાં જે 2 હાજરની નોટ છે તે માન્ય રહેશે. 30 સપ્ટેમ્બર સુધી બેન્કમાં 2 હજાર રુપિયાની નોટ બદલી શકાશે. એક સાથે 20 હજાર રુપિયા બેંકમાં જમા કરાવી શકાશે.