ભારતમાં ફેસ્ટિવલ સીઝન શરૂ થઈ ગઈ છે. એવામાં કંપનીઓનું ધ્યાન વધારેમાં વધારે વેચાણ પર છે. તેના માટે ટૂ વ્હીલર્સ કંપનીઓએ પણ પોતાની બાઈક અને સ્કૂટર્સની ખરીદી પર ગ્રાહકોને અનેક સારી ઓફર્સ અને ડિસ્કાઉન્ટ આપી રહી છે. જો તમે પણ આ ફેસ્ટિવલ સીઝનમાં એક નવી બાઈક અથવા સ્કૂટર્સ લેવાનું વિચારી રહ્યા છો તો તમને મળી શકે છે એક બેસ્ડ ડીલ એ પણ ઓફર્સની સાથે.


TVS મોટરની શાનદાર ઓફર

આ ફેસ્ટિવ સીઝનમાં કંપની પોતાની બાઈક્સ અને સ્કૂટર્સ પર લો ડાઉન પેમેન્ટ અનો લોઈ EMI ઓફર આપી રહી છે. ઉપરાંત ICICI બેંક ક્રેડિટ કાર્ડ અને ડેબિડ કાર્ડ પર 5 ટકાનું કેશબેક પણ મળશે. ઉપરાંત બેંક ઓફ બરોડાનું ડેબિટ કાર્ડ હશે તો પણ તમને 5 ટકાના કેશબેકનો લાભ મળશે.

હોન્ડાની બાઈક્સ અને સ્કૂટર્સ પર ઓફર્સ

હોન્ડા 2 વ્હીલર્સ પણ પોતાનું વેચાણ વધારવા માટે પોકાની બાઇક અને સ્કૂટર પર ફેસ્ટિવલ સીઝનમાં અનેક શાનદાર ઓફર્સ આપી રહી છે. કંપનીની બાઈક અને સ્કૂટરની ખરીદી પર તમને પૂરા 11 હજાર રૂપિયા સુધીની બચત થઈ શકે છે. ઉપરાંત શરૂઆતનો રેટ ઓફ ઇન્ડરેસ્ટ 7.99 ટકા છે, તો ગ્રાહકોને લાભ આપવા માટે 100 ટકા ફાઇનાન્સની સુવિધા પણ મળી રહી છે. જ્યારે 50 ટકા ઈએમઆઈ ઓફર પણ ચાલી રહી છે. ઉપરાંત 5000 રૂપિયા સુધીનું કેશબેક તમને ક્રેડિટ અને ડેબિડ કાર્ડ પર પણ મળશે, સાથે જ EMIની સુવિધા પણ મળશે, અને છેલ્લી ઓફર પેટીએમ ગ્રાહકો માટે છે. આ તમામ ઓફર્સની વધારે જાણકારી માટે તમારા નજીકના હોન્ડા શોરૂમની મુલાકાત લો.

હીરો મોટોકોર્પે આપી મહાબચતની ઓફર

આ ફેસ્ટિવલ સીઝનમાં હીરો મોટોકોર્પ પોતાની બાઈક અને સ્કૂટરની ખરીદી પર કેશબેક આપી રહી છે, સાથે જ શરૂઆતનું ડાઉુમેન્ટ 4999 રૂપિયા છે તો રેટ ઓફ ઇન્ટરેસ્ટ 6.99 ટકાથી શરૂ થાય છે. ઉપરાંત ફેસ્ટિવલ કેશબેક લાભ 7000 રૂપિયા સુધી મળી રહ્યા છે. જો તમે ICICI બેંક ક્રેડિટ અને ડેબિડ કાર્ડ ધારક છો તો તમને 5000 રૂપિયા સુધીનો લાભ મળી શકે છે. જ્યારે પેટીએમ પર 7500 રૂપિયા સુધીનો લાભ મળી રહ્યો છે.

સુઝુકીએ આપી શાનદાર ઓફર

પોતાના ગ્રાહકો માટે સુઝુકીએ બાઇક અને સ્કૂટરની ખરીદી પર 18 હજાર રૂપિયા સુધીનો લાભ આપી રહી છે. ગ્રાહકોને 5000 રૂપિયા સુધીનો એક્સચેન્જનો લાભ મળી રહ્યો છે. પેટીએમ અને બેંક ઓફ બરોડાના ક્રેડિટ કાર્ડ પર 8000 રૂપિયા સુધીનો લાભ મળશે.