દેશની મોટી ટૂ વ્હીલર નિર્માતા કંપની બજાજ ઓટો હવે પોતાની નવી પલ્સર 150ને વધારે સારી બનાવવામાં લાગી છે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર આ બાઈકને ચાર નવા કલર્સમાં લોન્ચ કરવાની તૈયારી ચાલી રહી છે. હાલમાં જ સોશિયલ મીડિયા અ યૂટ્યૂબ ચેનલ્સ પર પણ આ નવા મોડલની કેટલીક તસવીરો જોવા મળી છે.
મળશે ચાર કલર ઓપ્શન્સ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર નવી અપડેટેડ પલ્સર 150 નેકેડ બાઈક ડીલરશિપ પર પહોંચવાની શરૂ થઈ ગઈ છે, હવે એવું કહેવાય છે કે ટૂંકમાં જ આ બાઈકને લોન્ચ કરવામાં આવશે અને તેની કિંમતનો પણ ખુલાસો થશે. પરંતુ હાલમાં કંપની તરફથી કોઈ જાણકારી આપવામાં આવી નથી. નવી પેન્ટ સ્કીમની વાત કરીએ તો નવી પલ્સર 150માં ડ્યુઅલ-ટોન ઈફેક્ટ જોવા મળશે. વ્હાઇટ અને બ્લેક કલર ઓપ્શનમાં ફ્યૂઅલ ટેંક, બેલી પેન, રિયર કાઉલ અને હેડલાઈટ કાઉલ પર રેડ અને બ્લેક ગ્રાફિક્સ મળશે. તેવી જ રીતે બ્લૂ અને રેડ કલર ઓપ્શનમાં વ્હાઈટ અન બ્લેક ગ્રાફિક્સ મળશે.
એન્જિન
એન્જિનની વાત કરીએ તો નવી પલ્સર 150માં એ જ 149.55 સીસીનું DTS-i એન્જિન મળશે જે ફ્યૂઅલ ઇન્જેક્શન (Fi) ટેકનીકથી સજ્જ હશે. અહીં એન્જિન 14 PSનો પાવર અને 13.4 Nmનો ટોર્ક જનરેટ કરશે, સાથે જ આ એન્જિનમાં 5-સ્પીડ ગિયરબોક્સની સુવિધા મળશે. એન્જિનમાં તો કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી પરંતુ લુક્સને વધારે શાનદાર બનાવવા માટે નવા કલર્સની સાથે બાઈકમાં કેટલાક કોસ્મેટિક ફેરફાર કરવામાં આવી શકે છે. કહેવાય છે કે, આ વખતે આ બાઈકનો લુક ઘણો સારો હશે.
કિંમત
નવી અપડેટે પલ્સરની સાઈડ પેનલ અને ફ્રન્ટ મડગાર્ડમાં મેટ ફિનિશ જોવા મળી શકે છે, ઉપરાંત તેમાં ફોક્સ કાર્બન-ફાઈબરનો ઉપોયગ કરવામાં આવી શકે છે. એટલું જ નહીં બાઈકના એન્જિન, એલોય વ્હીલ્સ અને એક્જોસ્ટને ફુલ બ્લેક કરવામાં આપવામાં આવશે. જેના કારણે બાઈકનાં લુકમાં સ્પોર્ટી ફીલ મળશે. કિંમતની વાત કરીએ તો નવા મોડલની કિંમત હાલના મોડલ કરતાં એક હજાર રૂપિયાથી લઈને બે હજાર રૂપિયા વધારે હોઈ શકે છે.