નવી દિલ્હીઃ એસયૂવી સેગમેન્ટમાં Skodaએ પોતાની KUSHAQને ભારતમાં ઉતારી દીધી છે. ઓટો એક્સ્પો 2020માં આને Skodaને આને Vision IN ના નામથી લૉન્ચ કરી હતી. આ ગાડીની ડિઝાઇન અને સ્પેસ આના પ્લસ પૉઇન્ટ્સ માનવામાં આવી રહ્યાં છે. આ નવી એસયુવીનો સીધો મુકાબલો Hyundai Creta અને Kia Seltos સાથે થશે. આ રિપોર્ટમાં અમે તમને બતાવી રહ્યાં છીએ આના એન્જિન, સ્પેસ અને ફિચર્સ વિશે....


સેફ્ટી ફિચર્સ....
સેફ્ટી માટે આમાં 6 એરબેગ, એન્ટી લૉક બ્રેકિંગ સિસ્ટમ, EBD, ઇલેક્ટ્રૉનિક સ્ટેબિલિટી કન્ટ્રૉલ, મલ્ટી કોલીઝન બ્રેક, ટાયર પ્રેશર મૉનિટરિંગ સિસ્ટમ, સ્માર્ટફોન પૉકેટ, એબિયન્ટ લાઇટિંગ, અને વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટો જેવા ફિચર્સ જોવા મળે છે. આ ઉપરાંત આમાં ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ લાગેલી છે.


એન્જિન અને પાવર... 
નવી KUSHAQને ફક્ત પેટ્રૉલ એન્જિન મળ્યુ છે. આમાં 1.0 TSI અને 1.5 TSI પેટ્રૉલ છે. 110hp વાળા 1.0 TSI એન્ટ્રી લેવલ મૉડલ છે, અને આમાં 6-સ્પીડ ઓટોમેટિકની સાથે 6-સ્પીડ મેન્યૂઅલ મળે છે. 1.5 TSI એન્જિન ટૉપિંગ એન્જિન છે, અને આને 7-સ્પીડ DSG મળે છે. આ 150PS અને 250Nmની સાથે સૌથી શક્તિશાળી છે. 


MQB-A0 પ્લેટફોર્મ....
ડિઝાઇનની વાત કરીએ તો Kushaq એક સુંદર દેખાવ વાળી એસયૂવી છે. આમાં આગળની બાજુએ મોટુ સ્કૉડા ગ્રીલ છે, જ્યારે સ્કિડ પ્લેટની સાથે હેડલેમ્પ એકદમ શાર્પ છે. જ્યારે ઇન્ટેક પણ મોટા છે. આ એક એગ્રેસિવ ડિઝાઇન છે, આમાં કોઇ સંદેહ નથી. આની સરફેસ એકદમ શાર્પ છે. આમાં 17 ઇંચના એલૉય વ્હિલ પણ છે. વળી આનુ ગ્રાઉન્ડ ક્લિયરન્સ 188mm છે, આ એસયૂવીને ભારતમાં તૈયાર કરવામાં આવશે, માનવામાં આવી રહ્યુ્ છે, આની કિંમત 10 લાખ રૂપિયાથી શરૂ થઇ શકે છે.  સેફ્ટી માટે આમાં 6 એરબેગ, એન્ટી લૉક બ્રેકિંગ સિસ્ટમ, EBD, ઇલેક્ટ્રૉનિક સ્ટેબિલિટી કન્ટ્રૉલ, મલ્ટી કોલીઝન બ્રેક, ટાયર પ્રેશર મૉનિટરિંગ સિસ્ટમ, સ્માર્ટફોન પૉકેટ, એબિયન્ટ લાઇટિંગ, અને વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટો જેવા ફિચર્સ જોવા મળે છે. આ ઉપરાંત આમાં ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ લાગેલી છે.


Car loan Information:

Calculate Car Loan EMI