નવી દિલ્હીઃ ટાટા મોટર્સની મૉસ્ટ અવેટેડ કાર 2021 Tata Safari આજે ભારતીય માર્કેટમાં એન્ટ્રી કરશે. કારનુ પ્રી બુકિંગ પહેલાથી જ શરૂ કરવામાં આવી ચૂક્યુ છે. આજે કંપનીના ડીલરશિપ્સ પર 30000 રૂપિયાની ટૉકન મની આપીને આને પ્રી બુક શકો છો. આ એસયુવી 6 વેરિએન્ટ લૉન્ચ કરશે જેમાં XE, XM, XT, XT +, XZ અને XZ+ વેરિએન્ટ સામેલ છે. જાણો એસયુવીના શાનદાર ફિચર્સ વિશે.....


મળશે આ ફિચર્સ....
નવી Tata Safariમાં LED DRLs, LED ટેલ લેમ્પ્સ, ટ્વીન એકઝૉસ્ટ, સ્ટેપ્ડ રૂફ, રિયર સ્પૉઇલર અને 18 ઇંચ ડાયમન્ડ કટ એલૉય વ્હીલ્સ જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે. નવી કારમાં ક્રોમ ગ્રિલ, જેનૉન HID પ્રૉજેક્ટર હેન્ડલેમ્પ જેવા ખાસ એક્સટીરિયર ફિચર્સ હશે. ઇન્ટીરિયરમાં ઓયસ્ટર વ્હાઇટ કલર સ્કીમ પર બેઝ્ડ કેબિન છે. જેમાં એશ વુડ થીમ વાળુ ડેશબોર્ડ કારને પ્રીમિયમ લૂક આપે છે.

આ ઉપરાંત 8.8 ઇંચની ફ્લૉટિંગ આઇલેન્ડ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, 7 ઇંચ ડિસ્પ્લે વાળુ ઇન્સ્ટૂમેન્ટ ક્લસ્ટર, 9-સ્પીકર જેબીએલ મ્યૂઝિક સિસ્ટમ, ઓટોમેટિક ક્લાઇમેટ કન્ટ્રૉલ, 6 વે પાવર્ડ ડ્રાઇવર સીટ જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે. કારમા સેફ્ટી માટે 6 એરબેગ સેટઅપ, ઓલ 4 ડિસ્ક બ્રેક અને ઇલેક્ટ્રિક પાર્કિંગ બ્રેક જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે.આ ઉપરાંત મૂડ લાઇટિંગ ઓટો ડેમિંગ IRVM અને સનરૂફ જેવા સ્પેશ્યલ ફિચર્સ પણ છે.

દમદાર એન્જિન....
2021 Tata Safari નુ એન્જિન નવી સફારીમાં Kryotec 2.0- લીટર ટર્બોચાર્જ્ડ ડીઝલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે ટાટા હેરિયરમાં પણ કરવામાં આવ્યો છે. આ એન્જિંન 170PS ની મેક્સિમમ પાવર અને 350Nm નુ પીક ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. ટ્રાન્સમિશન માટે એન્જિનને 6-સ્પીડ MT કે 6-સ્પીડ AT ટોર્ક કન્વર્ટર સાથે જોડી શકાય છે. કારમાં ત્રણ અલગ અલગ ડ્રાઇવ મૉડ આપવામાં આવ્યા છે. જેમાં ઇકો, સિટી, અને સ્પોર્ટ મૉડ સામેલ છે કારમાં નોર્મલ, વેટ અને રફ ટેરેન રિસ્પૉન્સ મૉડ પણ આપવામાં આવ્યો છે.