7th Pay Commission: નવું વર્ષ 2025 કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર લઈને આવી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકાર જાન્યુઆરી 2025માં મોંઘવારી ભથ્થા (DA)માં 3 ટકાનો વધારો કરવા પર વિચાર કરી રહી છે. જો આ વધારો થશે તો કર્મચારીઓનું કુલ મોંઘવારી ભથ્થું વધીને 56 ટકા થઈ જશે.


જૂલાઈ 2024માં 3 ટકાનો વધારો થયો હતો


છેલ્લી વખતે કેન્દ્ર સરકારે જૂલાઈ 2024માં કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કર્યો હતો, જેના કારણે ડીએ વધીને 53 ટકા થઈ ગયો હતો. આ નવા દરો 1 જૂલાઈ, 2024થી લાગુ કરવામાં આવ્યા હતા. હવે જાન્યુઆરી 2025માં 3 ટકાના સંભવિત વધારા પછી મોંઘવારી ભથ્થું 56 ટકા સુધી પહોંચવાની અપેક્ષા છે.


AICPI ઇન્ડેક્સના આધારે વધારો


મોંઘવારી ભથ્થાની ગણતરી ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (AICPI)ના આધારે કરવામાં આવે છે. સપ્ટેમ્બર 2024 સુધીના AICPI ડેટા મુજબ મોંઘવારી ભથ્થું 54.49 ટકા પર પહોંચી ગયું છે. જોકે, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર 2024ના આંકડા હજુ આવવાના બાકી છે. આ ડેટાના આધારે અંતિમ નિર્ણય લેવામાં આવશે.


પેન્શનરો અને કર્મચારીઓને ફાયદો થશે


મોંઘવારી ભથ્થામાં વધારાથી કેન્દ્ર સરકારના 1 કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થશે. જો કે, જાન્યુઆરી 2025માં મોંઘવારી ભથ્થામાં થયેલો વધારો તાજેતરના વર્ષોમાં સૌથી ઓછો હોઈ શકે છે.


જાહેરાતમાં વિલંબ થઈ શકે છે


આ વધારો જાન્યુઆરી 2025માં લાગુ કરવામાં આવે તેવી શક્યતા છે, પરંતુ તેની સત્તાવાર જાહેરાત માર્ચ 2025 સુધીમાં થઈ શકે છે. સામાન્ય રીતે હોળી જેવા તહેવારોની આસપાસ સરકાર આવી જાહેરાતો કરે છે.


મોંઘવારી ભથ્થું શા માટે મહત્વનું છે?                                                                                        


સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થું મોંઘવારીની અસરને સંતુલિત કરવા માટે આપવામાં આવે છે. આ ભથ્થું દર છ મહિને (જુલાઈ અને જાન્યુઆરી) સુધારવામાં આવે છે.  


Online Shopping કરનારાઓની વધી મુશ્કેલી, હવે ઓર્ડર કેન્સલ કરવા પર ચૂકવવા પડી શકે છે આટલા રૂપિયા