7th Pay Commission: આગામી 1 ફેબ્રુઆરી, 2023ના રોજ બજેટ રજૂ કરવામાં આવશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ પર દેશના લોકો, નાણાકીય સંસ્થાઓ, સરકારી કર્મચારીઓ, ગૃહિણીઓ અને વિદ્યાર્થીઓથી લઈને વરિષ્ઠ નાગરિકો સુધીની અપેક્ષાઓ અને આકાંક્ષાઓને સંતોષવાનો બોજ હશે. નાણામંત્રી ટેક્સના મોરચે જનતાને કેટલી રાહત આપવામાં સક્ષમ છે, તે તો બજેટના દિવસે જ ખબર પડશે. પરંતુ સરકારી કર્મચારીઓને રાહત આપવામાં આવે તેવી શક્યતા છે. જો તે સાચી ઠરશે તો આ વખતે તેમની હોળી રંગબેરંગી બની રહેશે.


ફિટમેન્ટ ફેક્ટરમાં ફેરફારની આશા


જો દેશમાં ચાલી રહેલા વિવિધ મીડિયા અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો એ અપેક્ષાઓ ખૂબ જ પ્રબળ બની ગઈ છે કે, સરકાર આ બજેટમાં કેન્દ્રીય કર્મચારીઓના ફિટમેન્ટ ફેક્ટરમાં ફેરફાર કરીને તેમાં વધારો કરી શકે છે. જો આવું થાય તો સરકારી કર્મચારીઓના પગારમાં સીધો 8000 રૂપિયાનો વધારો થઈ શકે છે. સરકારી કર્મચારીઓ લાંબા સમયથી ફિટમેન્ટ ફેક્ટર વધારવાની આશા રાખી રહ્યા છે. જો ફિટમેન્ટ ફેક્ટર વધારવામાં આવે છે, તો તેના આધારે, સરકારી કર્મચારીઓનો લઘુત્તમ પગાર જે 18,000 રૂપિયાથી શરૂ થાય છે તે વધીને 26,000 રૂપિયા થઈ જશે. આનો સ્પષ્ટ અર્થ છે કે પગારમાં સીધો 8000 રૂપિયાનો વધારો થયો છે.


હાલમાં ફિટમેન્ટ ફેક્ટરનો દર કેટલો?


હાલના ફિટમેન્ટ ફેક્ટરનો દર જે હાલમાં 2.57 ટકા છે, તે વધીને 3.68 ટકા થશે. જે કર્મચારીઓના મૂળ પગારમાં વધારો કરશે. ધારો કે કર્મચારીનો મૂળ પગાર 15,500 રૂપિયા છે, તો 4200 ગ્રેડ પે અનુસાર, તેનો કુલ પગાર 15,500×2.57 અથવા કુલ 39,835 રૂપિયા છે.


મોંઘવારી ભથ્થામાં તાજેતરમાં વધારો થયો


તાજેતરમાં કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો થયો છે અને ત્યાર બાદ દેશના ઘણા રાજ્યોમાં રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં પણ વધારો જોવા મળ્યો છે. જોકે, ફિટમેન્ટ ફેક્ટરમાં વધારો થવાને કારણે કર્મચારીઓને વધુ લાભ મળવાની આશા છે.


Union Budget 2023: સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે, નાણામંત્રી સીતારમણ 1 ફેબ્રુઆરીએ દેશનું બજેટ રજૂ કરશે


Budget Session 1st February Will Be Start: સંસદનું બજેટ સત્ર 31મી જાન્યુઆરી 2023થી શરૂ થવા જઈ રહ્યું છે. બજેટ સત્ર (કેન્દ્રીય બજેટ-2023) 6 એપ્રિલ 2023 સુધી ચાલશે. લોકસભા અને રાજ્યસભાના સંયુક્ત સત્રને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન સાથે સત્રની શરૂઆત થશે. ગયા વર્ષે ઓગસ્ટમાં કાર્યભાર સંભાળ્યા બાદ સંસદના બંને ગૃહોને મુર્મુનું આ પ્રથમ સંબોધન હશે.


1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવામાં આવશે


મીડિયા રિપોર્ટ્સ અનુસાર સંસદનાં બજેટ સત્રના પહેલા દિવસે બંને ગૃહોમાં આર્થિક સર્વેમાં મૂકવામાં આવશે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી 2023ના રોજ સંસદમાં કેન્દ્રીય બજેટ (Union Budget 2023) રજૂ કરે તેવી સંભાવના છે.