7th Pay Commission: કેન્દ્રિય કર્મચારીઓ અને પેન્શનર્સને  ગુરુવાર, 3 ઓક્ટોબર, 2024ના રોજ મોદી સરકાર નવરાત્રિ અને દિવાળી પર મોટી ભેટ આપી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહત વધારવાના નિર્ણયને મંજૂરી આપવામાં આવી શકે છે.


મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત વધી શકે છે


કેન્દ્રીય કેબિનેટની બેઠક ગુરુવારે 3 ઓક્ટોબરે સાંજે 5 વાગ્યે મળવાની છે. અને આ દિવસથી નવરાત્રિનો પવિત્ર તહેવાર શરૂ થઈ રહ્યો છે. દિવાળી પણ ઓક્ટોબરના અંતમાં છે. આ તહેવારોને ધ્યાનમાં રાખીને અને મોંઘવારીથી રાહત આપવા માટે મોદી કેબિનેટ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં વધારો કરવાનો નિર્ણય લઈ શકે છે. આ શક્યતા એટલા માટે વધારે છે કારણ કે હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન માત્ર બે દિવસ પછી 5 ઓક્ટોબર શનિવારના રોજ થવાનું છે.


1 જૂલાઈથી મોંઘવારી ભથ્થું વધશે


કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં 4 ટકા સુધીનો વધારો શક્ય છે. હાલમાં 50 ટકા મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે. પરંતુ અપેક્ષા છે કે તેને વધારીને 54 ટકા કરી શકાય. જો કેબિનેટ મોંઘવારી ભથ્થામાં વધારો સ્વીકારે છે તો તેને 1 જૂલાઈ, 2024થી લાગુ કરવામાં આવશે. એટલે કે, જો કેન્દ્રીય કર્મચારીઓને ઓક્ટોબર મહિનાનો પગાર મળશે તો તે એરિયર્સની સાથે મળી જશે.


49 લાખ કર્મચારીઓ અને 68 લાખ પેન્શનરોને લાભ!


અગાઉ લોકસભા ચૂંટણી પહેલા 7 માર્ચ, 2024 ના રોજ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં વધારો કરવામાં આવ્યો હતો. મોંઘવારી ભથ્થું વર્ષમાં બે વાર જાન્યુઆરીથી જૂન અને જુલાઈથી ડિસેમ્બર સુધી વધારવામાં આવે છે. જો કેબિનેટ મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય લે છે તો તેનાથી 49 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 68 લાખ પેન્શનરોને ફાયદો થશે અને આ નિર્ણયને કારણે સરકારી તિજોરી પર લગભગ 13,000 કરોડ રૂપિયાનો બોજ પડશે.                                                                          


ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા