8-4-3 Investment Rule: શેર બજારમાં ચાલી રહેલા ઘટાડાથી રોકાણકારો ડરેલા છે. જોકે, જો તમે મ્યુચ્યુઅલ ફંડ રોકાણકાર છો અને તમારું લક્ષ્ય લાંબા ગાળે મોટું કોર્પસ બનાવવાનું છે તો ચિંતા કરવાની જરૂર નથી. તમે તમારું રોકાણ ચાલુ રાખો. મ્યુચ્યુઅલ ફંડમાં કમ્પાઉન્ડિંગનો લાભ લાંબા ગાળે જ મળે છે. એક રોકાણકાર તરીકે સફળ થવા માટે ઘણી જરૂરી શરતોમાંથી એક છે, પોતાના રોકાણને શરૂઆતના તબક્કામાં ધીમે ધીમે વધતું જોવું અને પછીના વર્ષોમાં કમ્પાઉન્ડિંગનો લાભ લેવા માટે ધૈર્ય રાખવું. મ્યુચ્યુઅલ ફંડ પણ રોકાણકારોના પૈસાને સમય સાથે વધારવા માટે કમ્પાઉન્ડિંગનો ઉપયોગ કરે છે.


8-4-3 ઇન્વેસ્ટમેન્ટ રૂલ શું છે?


8-4-3 ઇન્વેસ્ટમેન્ટ રૂલ બતાવે છે કે ચક્રવૃદ્ધિ વ્યાજ (કમ્પાઉન્ડિંગ)ની શક્તિ દ્વારા કોઈપણ નાણાકીય લક્ષ્યને કેવી રીતે પ્રાપ્ત કરી શકાય છે. આ એક એવી અવધારણા છે જેનો ઉપયોગ તમારા રોકાણને સમય સાથે વધારવામાં મદદ કરવા માટે કરી શકાય છે. આ કોઈ ચોક્કસ રોકાણ વ્યૂહરચના નથી, પરંતુ વિકાસની સંભવિત ગતિને સમજવાની એક સરળ રીત છે.


ચક્રવૃદ્ધિ વ્યાજનો 8-4-3 નિયમ કેવી રીતે કામ કરે છે?


આ નિયમથી પૈસા કેવી રીતે વધે છે, તેનું એક ઉદાહરણ લઈએ: માની લો કે તમે દર મહિને 20,000 રૂપિયા એવી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં રોકાણ કરો છો જે વાર્ષિક 12% વ્યાજ આપે છે. માની લો કે આ વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ છે, તો તમે આઠ વર્ષમાં 32 લાખ રૂપિયા જમા કરશો. પહેલા 32 લાખ રૂપિયા 8 વર્ષમાં બને છે, પરંતુ બીજા 32 લાખ રૂપિયા એ જ વ્યાજ દરે માત્ર 4 વર્ષમાં જમા થઈ જશે. એટલે, 12 વર્ષના અંતે, કોઈ રોકાણ યોજનામાં 20,000 રૂપિયાનું માસિક રોકાણ 64 લાખ રૂપિયા બની જશે.


જ્યારે આ રકમને આગલા 3 વર્ષો માટે છોડી દેવામાં આવે છે અને સાથે જ 20,000 રૂપિયા પ્રતિ માસ રોકાણ ચાલુ રાખવામાં આવે છે, તો આ રકમ 1 કરોડ રૂપિયા થઈ જશે.


તમારું રોકાણ આ વૃદ્ધિ પેટર્નનું અનુસરણ કરી શકે છે:


પ્રારંભિક વૃદ્ધિ (વર્ષ 1-8): પહેલા આઠ વર્ષો દરમિયાન તમારા રોકાણમાં સ્થિર વૃદ્ધિ.


ઝડપી વૃદ્ધિ (વર્ષ 9-12): આગલા ચાર વર્ષોમાં, તમારું રોકાણ પહેલા આઠ વર્ષોમાં થયેલી વૃદ્ધિ જેટલી જ વૃદ્ધિ પ્રાપ્ત કરે છે.


એક્સપોનેન્શિયલ વૃદ્ધિ (વર્ષ 13-15): છેલ્લા ત્રણ વર્ષોમાં, તમારું રોકાણ ફરીથી પાછલા ચાર વર્ષો જેટલી વૃદ્ધિનો અનુભવ કરે છે.


આ રૂલને ફોલો કરી તમે સરળતાથી મોટી રકમ જમા કરી શકો છો.


આ પણ વાંચોઃ


શું લોન ન ચૂકવવાથી રેશન કાર્ડ રદ થઈ જાય છે, શું આવો કોઈ કાયદો પણ છે?