8th Pay Commission Updates:  કેન્દ્ર સરકાર દ્વારા પ્રસ્તાવિત 8મા પગાર પંચથી કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના પગાર અને પેન્શનમાં નોંધપાત્ર વધારો થવાની ધારણા છે. સરકારે કમિશનની રચનાની જાહેરાત કરી હોવા છતાં તેની વિગતવાર ભલામણો અને અમલીકરણ માટેની સમયરેખા હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.

આવી સ્થિતિમાં કર્મચારીઓના મનમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો સુધારેલા પગાર માળખાના અમલીકરણમાં વિલંબ થાય તો તેમને કેટલું એરિયર મળશે.  8મા પગાર પંચની રચના અને તેને મળવાના એરિયર અંગે સોશિયલ મીડિયા પર અનેક દાવા કરવામાં આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એરિયરના રૂપમાં મળનારી રકમ 5 લાખથી 14 લાખ સુધીની હશે.

Continues below advertisement
Continues below advertisement

કેટલા મહિનાની બાકી રકમ મળશે?

સામાન્ય રીતે દર 10 વર્ષે એક નવું કેન્દ્રીય પગાર પંચ લાગુ કરવામાં આવે છે. 7મું પગાર પંચ 1 જાન્યુઆરી, 2016ના રોજ લાગુ કરવામાં આવ્યું હતું. આ વલણને જોતાં ઘણા કર્મચારીઓ 8મું પગાર પંચ 1 જાન્યુઆરી, 2026ના રોજ લાગુ થવાની અપેક્ષા રાખે છે. જોકે, અમલીકરણ તારીખ અંગે કોઈ સત્તાવાર પુષ્ટી નથી. જો સરકાર જાન્યુઆરી 2026થી નવા પગાર ધોરણને લાગુ કરવાનો નિર્ણય લે છે, પરંતુ એપ્રિલ 2027થી સુધારેલા પગાર ચૂકવવાનું શરૂ કરે છે, તો કર્મચારીઓ લગભગ 15 મહિનાના એરિયર્સ માટે હકદાર બની શકે છે. જો કે, અંતિમ રકમ સરકાર દ્વારા મંજૂર કરાયેલ ફિટમેન્ટ ફેક્ટર પર આધારિત રહેશે.

આ પણ વાંચોઃ India GDP Growth: નાણાકીય વર્ષ 2026માં GDP વૃદ્ધિ દર 7.7 ટકા રહ્યો, સરકારે જાહેર કર્યા આંકડા

એરિયરનું સંપૂર્ણ કેલ્ક્યુલેશન ફોર્મ્યુલા?

કર્મચારી સંગઠનો દ્ધારા કેન્દ્ર સરકાર પાસેથી 1.92 અથવા 2.51 ના ફિટમેન્ટ ફેક્ટરને બદલે 3.68 ના ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરી રહ્યા છે. જો સરકાર આ માંગણી સ્વીકારે છે, તો લઘુત્તમ અને મહત્તમ પગાર સ્તર પર બાકી રકમ નીચે મુજબ હશે:

લઘુત્તમ બેસિક પે (લેવલ) (લેવલ-1) માટે:

વર્તમાન ન્યૂનતમ બેસિક પે- ₹18,000

3.68 ફિટમેન્ટ ફેક્ટર પછી નવો બેસિક પે - ₹66,240

બેસિક પેમાં માસિક તફાવત - ₹48,240

10 મહિના માટે અંદાજિત બાકી રકમ (DA વિના) - આશરે 482,400 અથવા ₹5 લાખની નજીક

મહત્તમ બેસિક પે (કેબિનેટ સચિવ સ્તર) માટે ગણતરી:

વર્તમાન મહત્તમ બેસિક પે - ₹2,50,000

3.68 ફિટમેન્ટ ફેક્ટર પછી નવો બેસિક પે- ₹920,000

બેસિક પેમાં માસિક તફાવત - ₹670,000

2 મહિનાથી વધુ બાકી રકમ સરળતાથી ₹14,000 થી વધી જશે.