8th pay commission latest news: 8મા પગાર પંચની રચના બાદ દેશભરના લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ પગાર અને ભથ્થામાં મોટા વધારાની આશા રાખીને બેઠા છે. પરંતુ, એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે સરકાર કર્મચારી સંગઠનોની તમામ માંગણીઓ સ્વીકારવાના મૂડમાં નથી. નાણાકીય બોજ અને દેશની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર કોઈ વચલો રસ્તો કાઢી શકે છે. આગામી 22 અને 23 જૂને લખનૌમાં થનારી એક મહત્વની બેઠકમાં 3.83 ફિટમેન્ટ ફેક્ટર, જૂની પેન્શન યોજના (OPS) અને 5 ફેમિલી યુનિટ જેવા મુદ્દાઓ પર સીધી ચર્ચા થશે. એવું માનવામાં આવે છે કે સરકાર તિજોરી પર વધુ બોજ ન પડે તે માટે અમુક માંગણીઓ નકારી શકે છે, જેનાથી કર્મચારીઓને થોડી નિરાશા સાંપડી શકે છે.

આખરે કયા એવા મુખ્ય મુદ્દાઓ છે જેના પર પેચ ફસાયો છે અને સરકાર શા માટે કડક વલણ અપનાવી રહી છે? ચાલો વિગતે સમજીએ:

Continues below advertisement
Continues below advertisement

1. 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર કેમ અચકાય છે સરકાર?

કર્મચારી યુનિયનની સૌથી મોટી માંગ 3.83 ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવાની છે. જો આ લાગુ થાય, તો બેઝિક પગાર, પેન્શન અને ભથ્થામાં જબરદસ્ત ઉછાળો આવે. પરંતુ સરકાર આ માટે રાજી થાય તેવું લાગતું નથી. કારણ કે, જો કેન્દ્ર સરકાર ફિટમેન્ટ ફેક્ટરમાં આટલો મોટો વધારો કરે, તો તેની સીધી અસર સરકારી તિજોરી પર પડશે. આ ઉપરાંત, કેન્દ્રને જોઈને રાજ્ય સરકારો પર પણ પોતાના કર્મચારીઓના પગાર વધારવાનું નાણાકીય દબાણ આવશે.

આ પણ વાંચોઃ 8th Pay Commission: પટાવાળાથી લઈ શિક્ષકો સુધીના પગારમાં થશે બમ્પર વધારો, જાણો નવો નિયમ

2. જૂની પેન્શન યોજના (OPS) પાછી લાવવી કેમ છે મુશ્કેલ?

જૂની પેન્શન યોજના (OPS) પાછી લાવવાની માંગ લાંબા સમયથી ચાલી રહી છે. કર્મચારીઓનું કહેવું છે કે નવી પેન્શન સ્કીમ (NPS) શેરબજાર પર આધારિત છે, જ્યારે OPSમાં રિટાયરમેન્ટ પછી છેલ્લા બેઝિક પગારના 50% પેન્શન તરીકે ફિક્સ મળે છે. જોકે, યુનિયનના વરિષ્ઠ નેતાઓ પણ અંદરખાને માને છે કે NPS હવે સિસ્ટમમાં એટલું ઊંડું ઉતરી ગયું છે કે તેને રાતોરાત હટાવવું પ્રેક્ટિકલ નથી. સરકારે હાલમાં જ યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS) માં પોતાનો ફાળો વધારીને 18.5% કર્યો છે. આથી હવે યુનિયનો NPS હટાવવાના બદલે "OPS જેવી જ સિક્યોરિટી" ની માંગ પર ફોકસ કરી રહ્યા છે.

3. "5 ફેમિલી યુનિટ" ની ફોર્મ્યુલાની માંગ કેમ?

લઘુત્તમ વેતન નક્કી કરવા માટે અત્યાર સુધી '3 સભ્યોના પરિવાર'ની ફોર્મ્યુલા ચાલતી હતી. પણ હવે યુનિયનની માંગ છે કે તેને વધારીને 5 સભ્યોની કરવામાં આવે. આજના સમયમાં મોંઘવારી, મેડિકલ, ભણતર અને રહેઠાણનો ખર્ચ એટલો બધો વધી ગયો છે કે એક કર્મચારી પર પત્ની, બાળકો અને ઘરડા માતા-પિતા એમ 5 લોકોની જવાબદારી હોય છે. આથી પગાર નક્કી કરતી વખતે આ 5 સભ્યોનો ખર્ચ ધ્યાનમાં લેવો જોઈએ.

આ પણ વાંચોઃ 8મું પગાર પંચ: સરકારી કર્મચારીઓને ઝટકો! જૂની પેન્શન યોજના લાગુ થવી હવે કેમ અશક્ય છે?

4. સરકારે કેમ શોધવો પડશે મધ્યમ માર્ગ?

અર્થશાસ્ત્રીઓએ સરકારને ચેતવણી આપી છે કે જો પગાર અને પેન્શનમાં બહુ મોટો વધારો કરવામાં આવશે, તો દેશની તિજોરી ખાલી થશે અને મોંઘવારી પણ ભડકે બળશે. આથી, સરકાર અર્થતંત્ર, રાજકોષીય ખાધ અને કર્મચારીઓની જરૂરિયાતો વચ્ચે સંતુલન જાળવવા માટે કોઈ "વચલો રસ્તો" પસંદ કરશે.

આગામી 22 અને 23 જૂને લખનૌમાં પે કમિશન અને કર્મચારી સંગઠનો વચ્ચે એક મોટી બેઠક યોજાવા જઈ રહી છે. હવે જોવું એ રહ્યું કે અંતિમ નિર્ણય શું આવે છે, કારણ કે સરકાર માત્ર યુનિયનોના દબાણમાં આવવાને બદલે પોતાની આર્થિક સ્થિતિ જોઈને જ અંતિમ મહોર મારશે.