8મા પગાર પંચની બેઠકો હજુ પણ ચાલી રહી છે, જેના કારણે સતત ચર્ચા ચાલી રહી છે. સૌથી વધુ ચર્ચાસ્પદ મુદ્દો નવા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટરનો છે. કર્મચારી સંગઠનોએ 3.61 થી 4 સુધીના ફિટમેન્ટ ફેક્ટરની માંગણી કરી છે. જો 4 ફિટમેન્ટ ફેક્ટરની માંગણી પૂર્ણ થાય છે તો 25,000 રૂપિયાનો બેસિક પગાર મેળવતા કર્મચારીઓનો બેસિક પગાર 1 લાખ રૂપિયા સુધી વધી શકે છે.
જોકે, હાલમાં આ ફક્ત કર્મચારી સંગઠનોની માંગ છે. સરકાર કે 8મા પગાર પંચે ફિટમેન્ટ ફેક્ટર પર હજુ સુધી અંતિમ નિર્ણય લીધો નથી.
ફિટમેન્ટ ફેક્ટર 4 કરવાની માંગણી
કર્મચારી સંગઠનોએ 8મા પગાર પંચ સમક્ષ તેમની માંગણીઓ મુકી છે. ત્રણ મુખ્ય ફિટમેન્ટ ફેક્ટર ચર્ચા હેઠળ છે. મંત્રીમંડળ સ્ટાફ એસોસિએશને 3.61 ફિટમેન્ટ ફેક્ટરની માંગણી કરી છે. નેશનલ કાઉન્સિલ-જોઇન્ટ કન્સલ્ટેટિવ મશીનરી (NC-JCM) એ 3.8333 ફિટમેન્ટ ફેક્ટરનો પ્રસ્તાવ મૂક્યો છે. દરમિયાન ભારતીય સંરક્ષણ કામદાર સંઘે 4-ફેક્ટર ફિટમેન્ટની માંગણી કરી છે.
પગાર વધારો કેટલો થશે?
જો સરકાર કર્મચારી સંગઠનોની આ માંગણીઓ સ્વીકારે છે તો ચાલો જોઈએ કે અલગ અલગ બેસિક પગાર ધરાવતા કર્મચારીઓના પગારમાં કેવી રીતે ફેરફાર થશે:
જો ફિટમેન્ટ ફેક્ટર 3.61 હોય
બેસિક પગાર ફિટમેન્ટ ફેક્ટર વધેલો પગારરૂ. 25,000 3.61 90,250રૂ. 35,000 3.61 1,26,350રૂ. 50,000 3.61 1,80,500
જો ફિટમેન્ટ ફેક્ટર 3.833 હોય
બેસિક પગાર ફિટમેન્ટ ફેક્ટર વધેલો પગાર
રૂ. 25,000 3.833 95,825રૂ. 35,000 3.833 1,34,155રૂ. ૫૦,૦૦૦ ૩.૮૩૩ ૧,૯૧,૬૫૦
જો ફિટમેન્ટ ફેક્ટર 4 હોય તો
બેસિક પગાર ફિટમેન્ટ ફેક્ટર વધેલો પગાર
₹૨૫,૦૦૦ 4 ₹૧ લાખ₹૩૫,૦૦૦ 4 ₹૧,૪૦,૦૦૦₹૫૦,૦૦૦ 4 ₹૨ લાખ
પહેલાનું ફિટમેન્ટ ફેક્ટર શું હતું?
નોંધનીય છે કે 7મા પગાર પંચમાં 2.57 ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કર્મચારીઓનો મિનિમમ બેસિક સેલેરી ₹૭,૦૦૦ થી વધીને ૧૮,૦૦૦ રૂપિયા થઈ હતી.
૮મા પગાર પંચની રચના થયાને લગભગ 12 મહિના થઈ ગયા છે. સરકારે કમિશનને તેની ભલામણો તૈયાર કરવા માટે 18 મહિનાનો સમય આપ્યો છે. કમિશને વિવિધ રાજ્યોની મુલાકાત પણ લીધી છે અને કર્મચારી સંગઠનો પાસેથી સૂચનો લીધા છે.
