8th Pay Commission News: કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે કર્મચારી સંગઠનોએ 8મા પગાર પંચને લઘુતમ મૂળ પગાર (minimum basic pay)ને  વધારીને 69,000 રૂપિયા કરવા અને ફિટમેન્ટ ફેક્ટર 3.83 નક્કી કરવાની માંગ કરી છે. જોકે, સરકારે હજુ સુધી આ માંગણીઓને મંજૂરી આપી નથી. 8મા પગાર પંચ આ માંગણીઓ પર વિચાર કરશે અને સરકાર અંતિમ નિર્ણય લે તે પહેલાં તેની ભલામણો રજૂ કરશે.

Continues below advertisement

હાલમાં 7મા પગાર પંચ હેઠળ કેન્દ્ર સરકારના કર્મચારીઓને લઘુત્તમ મૂળ પગાર ₹18,000 મળે છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરતી નેશનલ કાઉન્સિલ-જોઈન્ટ કન્સલ્ટેટિવ ​​મશીનરી (NC-JCM) એ 8મા પગાર પંચ હેઠળ લઘુત્તમ મૂળ પગાર ₹69,000 રાખવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

Continues below advertisement

₹69,000 સેલેરીનું શું છે ગણિત ?

કર્મચારીઓના પગાર નક્કી કરવામાં ફિટમેન્ટ ફેક્ટર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. 7મા પગાર પંચ હેઠળ કર્મચારીઓ માટે ₹18,000નો લઘુત્તમ મૂળ પગાર 2.57 ના ફિટમેન્ટ ફેક્ટર પર આધારિત છે. હવે કર્મચારી સંગઠનો ફિટમેન્ટ ફેક્ટર 3.83 ની માંગ કરી રહ્યા છે. વર્તમાન લઘુત્તમ મૂળભૂત પગાર (₹18,000) ને પ્રસ્તાવિત ફિટમેન્ટ ફેક્ટર (3.83) થી ગુણાકાર કરવાથી રકમ ₹68,994 (લગભગ ₹69,000) થાય છે.

3.83 ફિટમેન્ટ ફેક્ટર શા માટે માંગવામાં આવે છે?

કર્મચારી સંગઠનો માંગ કરી રહ્યા છે કે પગાર ગણતરી માટે પરિવાર એકમ 3 થી વધારીને 5 સભ્યો (કર્મચારી, જીવનસાથી, બે બાળકો અને માતાપિતા) કરવામાં આવે. વધતો જતો ફુગાવાનો દર અને વધતા જતા જીવન ખર્ચને ધ્યાનમાં રાખીને, ₹18,000 નો મૂળ પગાર હવે પૂરતો નથી. લઘુત્તમ વેતન વધારવા ઉપરાંત, પેન્શનર સંગઠનોએ લઘુત્તમ માસિક પેન્શન ₹9,000 થી વધારીને ₹45,000 કરવાનો પણ પ્રસ્તાવ મૂક્યો છે.

સરકારનું વલણ શું છે?

કેન્દ્ર સરકાર માટે લઘુત્તમ વેતન 18,000 થી વધારીને 69,000 કરવું એ કેન્દ્ર સરકાર માટે એક મોટો પડકાર હશે, કારણ કે તેનાથી દેશના નાણાકીય બજેટ અને પેન્શન ખર્ચ પર નોંધપાત્ર બોજ પડશે. નિષ્ણાતો માને છે કે સરકાર ફિટમેન્ટ ફેક્ટર 2.6-3.0ની વચ્ચે નક્કી કરી શકે છે. આ અંગેનો અંતિમ નિર્ણય પગાર પંચના અધ્યક્ષ અને સમિતિની સત્તાવાર ભલામણો પછી જ સ્પષ્ટ થશે, ત્યારબાદ કેબિનેટની મંજૂરી મળશે.