8th Pay Commission latest news: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોની નજર હવે 8મા પગાર પંચ પર ટકેલી છે. પગાર વધારા માટે સૌથી મહત્વનું પરિબળ 'ફિટમેન્ટ ફેક્ટર' છે. જો સરકાર 2.15 ના ફિટમેન્ટ ફેક્ટરને મંજૂરી આપે છે, તો કર્મચારીઓના બેઝિક પગારમાં બમણાથી પણ વધુ વધારો થઈ શકે છે. અહીં જાણો તમારા પગારની નવી ગણતરી અને ભથ્થા પર થતી અસરો વિશે.

Continues below advertisement

કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરોમાં 8મા પગાર પંચ (8th Pay Commission) ને લઈને ઉત્સુક્તા ચરમસીમાએ છે. દરેક પગાર પંચમાં સૌથી ચર્ચાસ્પદ વિષય 'ફિટમેન્ટ ફેક્ટર' હોય છે, કારણ કે આ એક એવો ગુણક છે જે નક્કી કરે છે કે તમારા હાથમાં આવતા પગાર અને પેન્શનમાં વાસ્તવિક વધારો કેટલો થશે. નિષ્ણાતોના મતે, આ ફેક્ટર નક્કી કરતી વખતે સરકાર મોંઘવારી (Inflation), જીવનનિર્વાહનો ખર્ચ અને સરકારી તિજોરીની સ્થિતિ જેવા અનેક પાસાઓ પર વિચાર કરે છે.

2.15 ફિટમેન્ટ ફેક્ટર: પગારમાં કેટલો ઉછાળો આવશે? 

Continues below advertisement

વર્તમાન ચર્ચાઓ અને અહેવાલો મુજબ, 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.15 રાખવામાં આવે તેવી શક્યતા છે. જો આ આંકડો ફાઇનલ થાય, તો કર્મચારીઓના વર્તમાન બેઝિક પગારને 2.15 વડે ગુણવામાં આવશે.

ઉદાહરણ 1: ધારો કે કોઈ કર્મચારીનો હાલનો બેઝિક પગાર ₹18,000 છે. તો નવા ફિટમેન્ટ ફેક્ટર મુજબ તેમનો નવો પગાર (18,000 x 2.15) = ₹38,700 ની આસપાસ થઈ જશે.

ઉદાહરણ 2: જે ઉચ્ચ અધિકારીઓનો બેઝિક પગાર ₹50,000 છે, તેમનો નવો બેઝિક પગાર વધીને ₹1,07,500 સુધી પહોંચી શકે છે.

આ ગણતરી દર્શાવે છે કે બેઝિક પગારમાં સીધો 100% થી વધુનો ઉછાળો આવી શકે છે, જે કર્મચારીઓ માટે મોટા સમાચાર છે.

ભથ્થા અને પેન્શનમાં પણ થશે વધારો 

8મા પગાર પંચનો લાભ માત્ર બેઝિક પગાર પૂરતો સીમિત નથી. સરકારી કર્મચારીઓને મળતા અન્ય લાભો જેવા કે મોંઘવારી ભથ્થું (DA), હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA) અને નિવૃત્તિ પછીનું પેન્શન - આ બધું જ બેઝિક પગાર પર આધારિત હોય છે. તેથી, જો બેઝિક પગાર વધશે, તો ઓટોમેટિકલી કુલ માસિક આવક (Take Home Salary) અને પેન્શનની રકમમાં પણ મોટો વધારો જોવા મળશે. આ જ કારણ છે કે કર્મચારી સંગઠનો ફિટમેન્ટ ફેક્ટર વધારવા પર ભાર મૂકી રહ્યા છે.

અમલીકરણની તારીખ અને શક્યતાઓ 

હાલના 7મા પગાર પંચનો કાર્યકાળ 31 ડિસેમ્બર, 2025 ના રોજ પૂર્ણ થઈ રહ્યો છે. આથી, એવી પ્રબળ શક્યતા છે કે 8મા પગાર પંચની ભલામણો 1 જાન્યુઆરી, 2026 થી લાગુ કરવામાં આવે. જો સરકાર દ્વારા નિર્ણય લેવામાં થોડો વિલંબ થાય, તો પણ કર્મચારીઓને પાછલી અસરથી એરિયર્સ (Arrears) મળવાની આશા રહેલી છે. જોકે, આખરી નિર્ણય સરકારની સત્તાવાર જાહેરાત બાદ જ સ્પષ્ટ થશે.