મુંબઈઃ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકે ફયૂલ ફોર ઈન્ડિયા 2020 ઇવેન્ટનું આયોજન કર્યુ છે. જેમાં ફેસબુકના સીઇઓ માર્ક ઝકરબર્ગ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ ભારતમાં અવસરનો લઇ ચર્ચા કરી હતી. આ દરમિયાન બંને ભારતની આર્થિક વૃદ્ધિને વેગ આપવા ડિજિટલાઇઝેશન અને નાના ઉદ્યોગની ભૂમિકા પર વાત કરી હતી.

વિશ્વની ટોપ-3 અર્થવ્યવસ્થામાં સામેલ થશે ભારત

ઇવેન્ટમાં અંબાણીએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ચલાવવાની મુખ્ય પોલિસી, રચનાત્મકતા, બિઝનેસ સંબંધો પર વાતચીત કરી હતી. જેમાં તેમણે કહ્યુ કે ભારત કોરોના મહામારીમાં પણ સારું કામ કરી રહ્યું છે. ભારત વિશ્વના ટોપ 3 અર્થતંત્રમાં સામેલ થવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. દેશ યુવાઓ દ્વારા ચલાવવામાં આવતો અગ્રણી ડિજિટલ સમાજ બની જશે. અંબાણીએ કહ્યું, અમારી વ્યક્તિ દીઠ પ્રતિ આવક  1800-2000 અમેરિકન ડોલરથી વધીને 5000 અમેરિકન ડોલર થઈ જશે.

માર્ક ઝકરબર્ગને શું કહ્યું અંબાણીએ

મુકેશ અંબાણીએ માર્ક ઝકરબર્ગને કહ્યું,  Jio ડિજિટલ કનેક્ટિવિટી લઇને આવ્યું છે. Whatsapp Payની સાથે વોટ્સએપ ચેટનું ઇંક્લૂઝન થાય છે. તેનાથી ડિજિટલ કનેક્ટિવિટી વધી છે. રિલાયન્સ રિટેલ અને JioMart ભારતમાં દરેકને ગ્લોબલ સર્વિસમાં ભાગ લેવાનો મોકો આપી રહ્યા છે. અંબાણીએ ઝકરબર્ગને કહ્યું કે, ટેકનોલોજી અપનાવાથી ભારતને સંપત્તિ બનાવવામાં મદદ મળશે.



બે દિવસ સુધી ચાલશે કાર્યક્રમ

બે દિવસ સુધી ચાલનારા આ કાર્યક્રમની શરૂઆત આજથી થઈ છે. ફેસબુકની ચીફ ઓપરેટિંગ ઓફિસર શેરિલ સેન્ડબર્ગ, ઈન્સ્ટાગ્રામના પ્રમુખ એડમ મોસેરી, વોટ્સએપના વિલ કેથકાર્ટ પણ કાર્યક્રમને સંબોધન કરશે. આ ઇવેન્ટનું બીજું સેશન બુધવારે સવારે 10 કલાકે શરૂ થશે.