Aadhaar Card: આજના સમયમાં આધાર કાર્ડ ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. ભારતના દરેક નાગરિક માટે આધાર કાર્ડ હોવું ખૂબ જ જરૂરી છે. તેનો ઉપયોગ દરેક નાના-મોટા કાર્ય માટે થાય છે, પછી ભલે તમે બેન્ક ખાતું ખોલવા માંગતા હોવ અથવા કોઈપણ યોજના માટે અરજી કરવા માંગતા હોવ. આધાર કાર્ડનો ઉપયોગ ઓળખ તરીકે પણ થાય છે.


આધાર કાર્ડ UIDAI દ્વારા જાહેર કરવામાં આવે છે, જેમાં નામ, સરનામું અને જન્મ તારીખ જેવી વ્યક્તિની અંગત માહિતી હોય છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે વ્યક્તિના મૃત્યુ પછી તેના આધાર કાર્ડનું શું થાય છે? શું UIDAI મૃત વ્યક્તિનું આધાર કાર્ડ રદ કરે છે? આજે અમે તમને આ સાથે જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ બાબતો વિશે જણાવીશું.


મૃતક વ્યક્તિના આધાર કાર્ડ સાથે છેતરપિંડી થઈ શકે છે


ઘણી વખત છેતરપિંડી માટે મૃત વ્યક્તિઓના આધાર કાર્ડનો પણ ઉપયોગ કરવામાં આવે છે. છેતરપિંડી કરનારાઓ મોટાભાગે મૃતકના આધાર કાર્ડનો ઉપયોગ ગેરકાયદે અથવા ગુનાહિત પ્રવૃત્તિઓ માટે કરે છે. આવી સ્થિતિમાં કોઈ વ્યક્તિના મૃત્યુ પછી પણ તેના પરિવારના સભ્યોએ તેના આધાર કાર્ડને લઈને સતર્ક રહેવાની જરૂર છે. તેનાથી બચવા માટે મૃતકના પરિવારે મૃતકના આધાર કાર્ડના બાયોમેટ્રિક્સને લોક કરાવવું જોઈએ.


મૃતકના આધાર કાર્ડના બાયોમેટ્રિક્સને કેવી રીતે લોક કરવું


-મૃત વ્યક્તિના આધાર કાર્ડના બાયોમેટ્રિક્સને લોક કરવા માટે UIDAI વેબસાઇટ www.uidai.gov.in પર જાવ.


- Aadhaar Services વિકલ્પ પર ક્લિક કરો અને પછી Lock/Unlock Biometrics પર ક્લિક કરો.


-હવે જે આધાર કાર્ડના બાયોમેટ્રિક્સ લોક કરવાના છે તેનો આધાર નંબર દાખલ કરો અને કેપ્ચા કોડ દાખલ કરો.


-હવે જ્યારે રજિસ્ટર્ડ નંબર પર OTP આવે ત્યારે તેને એન્ટર કરો. આ પછી તમને બાયોમેટ્રિક્સ ડેટાને લોક/અનલૉક કરવાનો વિકલ્પ મળશે.


નોંધનીય છે કે કોઈપણ વ્યક્તિના મૃત્યુ પછી તેનું આધાર કાર્ડ UIDAI દ્વારા રદ કરવામાં આવતું નથી. UIDAI એ આધાર નંબર રદ કરવાની કોઈ જોગવાઈ કરી નથી. કોઈ વ્યક્તિના મૃત્યુ પછી ફક્ત તેના આધાર બાયોમેટ્રિક્સને લોક કરી શકાય છે.         


Digital Ration Card: કઈ રીતે ડાઉનલોડ કરશો ડિજિટલ રાશન કાર્ડ ? જાણી લો