Aadhar Card Update: આધાર કાર્ડ હાલમાં ઘણા નાણાકીય કાર્યો સાથે જોડાયેલું છે. આધાર કાર્ડ વગર ઘણી સરકારી અને ખાનગી સંસ્થાઓ સાથે સંબંધિત કામ કરવામાં મુશ્કેલી આવી શકે છે. બેંક ખાતાને આધાર સાથે લિંક કરવું પણ ફરજિયાત છે. જો બેંક ખાતા સાથે આધાર લિંક નથી, તો પૈસા ઉપાડવામાં મુશ્કેલી આવી શકે છે.


આધાર નંબરને ઘણા નાણાકીય કાર્યો સાથે લિંક કરવામાં આવ્યું હોવાને કારણે, લોકોના મનમાં એક ડર હોઈ શકે છે કે જો કોઈને આધાર નંબર ખબર હોય, તો તે તમામ એપ્સ અને સેવાઓને ઍક્સેસ કરી શકે છે જેની સાથે આધાર નંબર લિંક છે.


આધાર નંબર બેંક એકાઉન્ટ હેક કરી શકે છે


ધ ઈકોનોમિક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, ઈન્ડસઈન્ડ બેંંકના અનિલ રાવનું કહેવું છે કે કોઈ વ્યક્તિનો આધાર નંબર જાણીને, કોઈ વ્યક્તિ તે વ્યક્તિના બેંક એકાઉન્ટને એક્સેસ કરી શકે તે શક્ય નથી. તેમણે કહ્યું કે જ્યાં સુધી સ્કેનર ઉપકરણ પર OTP, બાયોમેટ્રિક, ફેસ આઈડી અથવા આઈરિસનો ઉપયોગ કરવામાં આવતો નથી, ત્યાં સુધી તમારું બેંક ખાતું સુરક્ષિત છે.


કેટલાક મીડિયા અહેવાલો અનુસાર, સાયબર ગુનેગારોએ પ્રોપર્ટી રજિસ્ટર્ડ દસ્તાવેજોમાંથી લોકોના ફિંગરપ્રિન્ટ્સની નકલ કરી અને પછી EPS દ્વારા મોટી રકમ કાઢી હતી. વર્ષ 2022માં આને લગતા કેટલાક કિસ્સાઓ જોવા મળ્યા હતા.




આધાર પેમેન્ટ સિસ્ટમ કેટલી સુરક્ષિત છે ?


સરકારે આધાર સક્ષમ પેમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરીને સાયબર ગુનેગારો દ્વારા નાણાંની ચોરી કરવા માટે ઉપયોગમાં લેવાતી તકનીકોની નોંધ લીધી છે અને સુરક્ષા પ્રોટોકોલ અપડેટ કર્યા છે. નાણા મંત્રાલયના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે UIDAI એ ફિંગરપ્રિન્ટ આધારિત આધાર પ્રમાણીકરણ દરમિયાન નકલી ફિંગરપ્રિન્ટ્સનો ઉપયોગ કરીને AePS છેતરપિંડી અટકાવવા માટે ઇન-હાઉસ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રજૂ કર્યું છે.


બાયોમેટ્રિક માહિતીને આ રીતે કરી શકો છો લોક


UIDAI અનુસાર, જો તમે તમારા આધારનો ઉપયોગ નથી કરતા, તો તમે તેને લોક રાખી શકો છો. તમને UDI ની વેબસાઈટ પર આ વિકલ્પ મળશે અને તમે જ્યારે પણ તેનો ઉપયોગ કરવા ઈચ્છો ત્યારે તમે તેને અનલોક કરી શકો છો. આ સાથે, કોઈ તમારા આધારનો દુરુપયોગ કરી શકશે નહીં.