Free Aadhaar Card Update: યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ ​​એક મોટી જાહેરાત કરી છે. UIDAI એ મફતમાં આધાર અપડેટ કરવાની છેલ્લી તારીખ લંબાવી છે. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે UIDAI એ મફત આધાર અપડેટ માટેની છેલ્લી તારીખ 14 ડિસેમ્બર 2024થી વધારીને 14 જૂન 2025 કરી છે. હવે જો તમે તમારા આધાર કાર્ડમાં નામ, સરનામું વગેરે મફતમાં બદલવા માંગો છો, તો તમારે આ માટે કંઈપણ ખર્ચ કરવાની જરૂર નથી અને તે મફતમાં બદલાવી શકો છો.






ફ્રી અપડેટ્સની છેલ્લી તારીખ ફરી વધારાઇ


દસ્તાવેજો દ્વારા આધારને મફતમાં અપડેટ કરવાની સમય મર્યાદા વારંવાર લંબાવવામાં આવી રહી છે. અગાઉ તેને 14મી જૂન 2024 સુધી રાખવામાં આવી હતી, ત્યારબાદ તેને 14મી ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી હતી અને આજે 14મી ડિસેમ્બરે આધાર જાહેર કરતી સંસ્થાએ ફરી એકવાર તેની છેલ્લી તારીખ લંબાવી છે. તેના દ્વારા દેશના કરોડો આધાર કાર્ડ ધારકોને કોઈપણ ખર્ચ વિના સરળ રીતે આધાર અપડેટ કરવાની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. જો તમે પણ તમારું આધાર અપડેટ કરવા માંગો છો તો હવે તમારી પાસે આવતા વર્ષના મધ્ય સુધી એટલે કે 14મી જૂન 2025 સુધીનો સમય છે.


જો તમે જાણવા માંગો છો કે તમે કેવી રીતે ફ્રીમાં ઓનલાઈન અપડેટ મેળવી શકો છો, તો તેના માટેના સ્ટેપ્સ અહીં આપ્યા છે.


આધાર વિગતો ઓનલાઈન અપડેટ કરવાના સ્ટેપ


1) UIDAI ની સત્તાવાર વેબસાઇટ myaadhaar.uidai.gov.in પર આધાર સેલ્ફ સર્વિસ પોર્ટલ પર જાવ


2) તમારા મોબાઇલ પર મોકલેલ તમારો આધાર નંબર, કેપ્ચા અને OTP નો ઉપયોગ કરીને લોગ ઇન કરો.


3) હવે દસ્તાવેજ અપડેટ સેક્શનમાં જાવ અને આપેલી વિગતોને તપાસો


4) ડ્રોપ-ડાઉન લિસ્ટમાંથી યોગ્ય દસ્તાવેજ પ્રકાર પસંદ કરો અને વેલિડેશન માટે ઓરિજનલ ડોક્યુમેન્ટ્સને સ્કેન કરેલી કોપી અપલોડ કરો.


5) સર્વિસ રિક્વેસ્ટ નંબર નોંધ કરી લો. આ તમને તમારી આધાર અપડેટ રિક્વેસ્ટની પ્રોસેસના સ્ટેપને ટ્રૅક કરવામાં મદદ કરશે.


Aadhar Card થી પૈસા ઉપાડનારા સાવધાન! એક ભૂલ અને તમારું બેંક ખાતું ખાલી થઈ જશે