Aadhaar Card Verification Online: આજે આધાર કાર્ડ સૌથી મહત્વનો ડોક્યુમેંટ છે. સ્કૂલમાં એડમિશન લેવાથી લઈ હોસ્પિટલમાં દાખલ થવા, બેંકમાં ખાતું ખોલાવવા કે શેરબજારમાં રોકાણ કરવા દરેક જગ્યાએ આધાર કાર્ડની જરૂર પડે છે. તેના વગર અનેક કામ અટકી જાય છે.
નકલી આધાર કાર્ડને લઈ નાગરિકોને કર્યા સતર્ક
આધારની વધતી ઉપયોગીતાની સાથે ફ્રોડના મામલા પણ વધ્યા છે. આધાર કાર્ડ ઈસ્યુ કરતી સંસ્થા UIDAI MeitY ની નીચે કામ કરે છે. MeitY એ યુઆઈડીએઆઈ સાથે મળીને ફેક આધાર કાર્ડ ચેક કરવાની સરળ રીત બતાવી છે. UIDAI એ સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી એક ટ્વીટ શેર કરીને ચેતવણી આપી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે દરેક 12 અંકનો ડિજિટ આધાર કાર્ડ નંબર નથી હોતો. આ સ્થિતિમાં નાગરિકોએ ફેક આધાર નંબરથી સતર્ક રહેવાની જરૂર છે.
આ ઉપરાંત યુઆઈડીએઆઈએ ક્રોસ ચેક કર્યા વગર આધાર કાર્ડ ન સ્વીકારવા જણાવ્યું છે. જો તમે પણ અસલી અને નકલી આધાર કાર્ડની ઓળખ કરવા માંગો છો તો કેટલાક સરળ સ્ટેપ ફોલો કરીને જાણી શકો છે.
આ રીતે કરો અસલી-નકલી આધાર કાર્ડની ઓળખ
- સૌથી પહેલા આધારકાર્ડ ઈસ્યુ કરતી સંસ્થા UIDAI ની સત્તાવાર વેબસાઇટ uidai.gov.in પર ક્લિક કરો.
- જેમાં My Aadhaar ઓપ્શન ક્લિક કરો.
- જે બાદ તમારી સમક્ષ આધાર સાથે જોડાયેલી અનેક સર્વિસનું લિસ્ટ ઓપન થશે.
- અહીંયા Verify an Aadhaar number પર ક્લિક કરો.
- જે બાજ 12 અંકનો આધાર નંબર નાંખો.
- જે બાદ Captcha નાંખો.
- જો તમારો મોબાઇલ નંબર નોંધાયેલો હશે તો તેમને આગળના પેજ પર ડાયવર્ટ કરી દેવાશે.
- જે બાદ તમે આધાર નંબર, ઉંમર, લિંગ, સ્ટેટ જેવી વિગતો ભરીને તમારું આધાર કાર્ડ અસલી છે કે નકલી ચેક કરી શકો છો.