Aadhaar card name correction rule: આધાર કાર્ડ આજના સમયમાં ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ચૂક્યું છે. તેનો ઉપયોગ દરેક એવી જગ્યાએ કરવામાં આવે છે જ્યાં આઈડી પ્રૂફની જરૂર પડે છે. આધાર કાર્ડ વગર આપણે કોઈપણ પ્રકારની સરકારી યોજના માટે અરજી કરી શકતા નથી. આવી સ્થિતિમાં જો આપણા આધાર કાર્ડ પર કોઈપણ પ્રકારની ખોટી માહિતી નોંધાયેલી હોય તો તેનાથી મોટી મુશ્કેલી થઈ શકે છે.
યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) આધારધારકોને તેમાં સુધારાની સુવિધા આપે છે. તમે કેટલાક સુધારા ઘરે બેઠા જાતે કરી શકો છો, જ્યારે કેટલાક એવા સુધારા હોય છે જેના માટે તમારે આધાર કેન્દ્ર જવું પડે છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં UIDAIએ પોતાના નિયમમાં એક મોટો ફેરફાર કર્યો છે. UIDAIએ આધારમાં નામ બદલવાની પ્રક્રિયાને પહેલા કરતાં વધુ કઠિન બનાવી દીધી છે.
આધાર કાર્ડમાં નામ બદલવા કે સુધારવાની પ્રક્રિયાને કઠિન બનાવવાનો નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે જેથી છેતરપિંડીના કિસ્સાઓ પર રોક લગાવી શકાય. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા અનુસાર જો તમે તમારા આધાર કાર્ડમાં હાલના નામમાં સુધારો કરવા માંગો છો તો હવે વપરાશકર્તાઓને ગેઝેટ નોટિફિકેશનની જરૂર પડશે.
તમે આધાર કાર્ડમાં પછી ભલે આખું નામ બદલો કે પછી નામના કેટલાક અક્ષરમાં ફેરફાર કરો એટલે કે થોડોઘણો સુધારો કરવા માંગો છો, બંને પરિસ્થિતિમાં તમને ગેઝેટ નોટિફિકેશનની જરૂર પડશે. ગેઝેટ નોટિફિકેશન સાથે જ ગ્રાહકોએ પોતાનો કોઈ બીજો આઈડી પ્રૂફ પણ જમા કરાવવો જરૂરી રહેશે. બીજા આઈડી પ્રૂફમાં આધારધારકનું પૂરું નામ હોવું જરૂરી છે. આ માટે તમે PAN કાર્ડ, વોટર આઈડી, ડ્રાઇવિંગ લાઇસન્સ, સર્વિસ આઈડી કાર્ડ અને પાસપોર્ટનો ઉપયોગ કરી શકો છો.
જો તમે તમારા આધાર કાર્ડમાં લખેલા નામને બદલવા માંગો છો તો તમારે આ વાતનું ધ્યાન રાખવું પડશે કે નામ બદલવા માટે UIDAI માત્ર બે જ તક આપે છે. જ્યાં UIDAIએ નામ બદલવાની પ્રક્રિયાને કઠિન બનાવી છે ત્યાં સરનામું અપડેટ કે નવા એનરોલમેન્ટ માટેની પ્રક્રિયાને સરળ બનાવી દીધી છે. આ કામો માટે હવે કોઈપણ પબ્લિક સેક્ટરની બેંકની પાસબુકનો પણ ઉપયોગ કરી શકાશે.
આ પણ વાંચોઃ