Aadhaar Card Photo Update: આપણે બધા આધાર કાર્ડનો મુખ્ય દસ્તાવેજ તરીકે ઉપયોગ કરીએ છીએ. બેંક ખાતું ખોલાવવું હોય કે સિમ કાર્ડ ખરીદવું હોય, આધાર કાર્ડ ઘણા હેતુઓ માટે મહત્વપૂર્ણ દસ્તાવેજની ભૂમિકા ભજવે છે. આવી સ્થિતિમાં, આપણે બધાએ આપણા આધાર કાર્ડમાં સાચી માહિતી રાખવી જરૂરી છે. જો તમારું સરનામું અથવા અટક બદલાઈ ગઈ હોય, તો તેને તાત્કાલિક અપડેટ કરો. આ સિવાય જો આધારમાં કોઈ ભૂલ હોય તો તેને સુધારવી દરેક વ્યક્તિ માટે જરૂરી છે. આધાર કાર્ડ આપણા માટે સૌથી મહત્વું દસ્તાવેજ છે. 


આધારમાં તમે માત્ર તમારું નામ, સરનામું, જન્મ તારીખ જ નહીં પણ તમારો ફોટોગ્રાફ પણ બદલી શકો છો. ઘણીવાર આધાર પર પોસ્ટ કરવામાં આવેલ ફોટો લોકોમાં મજાકનું કારણ બની જાય છે. તેથી, જો તમે પણ આધાર કાર્ડનો ફોટોગ્રાફ બદલવા માંગો છો, તો તમે આ માટે એક સરળ પદ્ધતિ અપનાવી શકો છો, ચાલો જાણીએ કે આધાર કાર્ડમાં ફોટોગ્રાફ કેવી રીતે બદલવો?



આધાર કાર્ડનો ફોટો બદલવા માટે માત્ર ઓફલાઈન પદ્ધતિ અપનાવી શકાય છે. જો કે, ઓનલાઈન પદ્ધતિમાં માત્ર ફોર્મ ડાઉનલોડ કરવાનો સમાવેશ થાય છે. આ માટે UIDAIની સત્તાવાર સાઇટ પર જાઓ. uidai.gov.in ની મુલાકાત લઈને લોગિન કરો. અહીં આધાર એનરોલમેન્ટ ફોર્મ હશે, તેને ડાઉનલોડ કરો. ફોર્મ ભરો અને નજીકના આધાર કેન્દ્ર પર જઈને સબમિટ કરો. અહીં તમારી બાયોમેટ્રિક વિગતો તપાસવામાં આવશે. આ પછી એક નવી તસવીર પણ લેવામાં આવશે. આ પછી 100 રૂપિયા ફી લેવામાં આવશે. આ રીતે તમારા આધાર કાર્ડ પર નવો ફોટોગ્રાફ અપડેટ થઈ જશે.



આધાર કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું ?



  • UIDAI ની સત્તાવાર સાઇટ પર લોગિન કરો.

  • અહીં My Aadhaar નો વિકલ્પ હશે, તેને સિલેક્ટ કરો.

  • આ પછી ડાઉનલોડ આધારનો વિકલ્પ પસંદ કરો.

  • એક પેઈજ ખુલશે, તેમાં જરૂરી માહિતી દાખલ કરો.

  • કેપ્ચા કોડ દાખલ કરો અને પછી લિંક કરેલ ફોન નંબર પર OTP આવશે.

  • OTP દાખલ કર્યા પછી આધાર ડાઉનલોડ કરો.

  • તમે Verify & Download પર ક્લિક કરીને આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.   


 


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial