Aadhaar Card Update:  આધાર કાર્ડ ભારતમાં સૌથી મહત્વના દસ્તાવેજો બની ગયો છે. આધાર કાર્ડનો ઉપયોગ પ્રોપર્ટી ખરીદવા, બેંક એકાઉન્ટ ખોલવા, આઇટીઆર ફાઇલ કરવા, સરકારી યોજનાઓનો લાભ લેવા, ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવા વગેરે માટે થાય છે. તેનો ઉપયોગ સૌથી મહત્વપૂર્ણ આઈડી પ્રૂફ તરીકે કરવામાં આવી રહ્યો છે.


આધાર કાર્ડ બાકીના આઈડી પ્રૂફ કરતા અલગ છે કારણ કે તેમાં નાગરિકોની બાયોમેટ્રિક માહિતી છે. આધાર કાર્ડની વધતી ઉપયોગિતાના કારણે આજકાલ સરકારે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે આધાર કાર્ડ બનાવવાની મંજૂરી આપી દીધી છે. તેના દસ્તાવેજની ઉપયોગીતાને કારણે તેને અપડેટ રાખવું ખૂબ જ જરૂરી છે. ઘણી વખત આધાર કાર્ડમાં કેટલીક માહિતી ખોટી રીતે દાખલ કરવામાં આવે છે. પરંતુ, તેને ઠીક કરવાની સુવિધા યુઆઇડીએઆઇ આપે છે.


UIDAIએ ટ્વિટ કરીને આપી જાણકારી


UIDAIએ ટ્વિટ કરીને કહ્યું છે કે આધારમાં કોઇપણ પ્રકારની જાણકારી સરળતાથી અપડેટ કરી શકાય છે. જો તમારે આધારમાં નામ, જન્મ તારીખ, લિંગ વગેરે જેવી જનસાંખ્યિક માહિતી અપડેટ કરવી પડશે, તો તમારે આ માટે 50 રૂપિયા ફી ચૂકવવી પડશે. સાથે જ આધારની બાયોમેટ્રિક માહિતી અપડેટ કરવા માટે તમારે 100 રૂપિયા ફી આપવી પડશે.


આ સિવાય આધાર એનરોલમેન્ટ અને બાળકોની બાયોમેટ્રિક માહિતી અપડેટ કરવા માટે તમારે કોઈ ફી ચૂકવવી પડશે નહીં. જો કોઈ વ્યક્તિ તમારી પાસે લીધેલી ફી કરતા વધારે પૈસા માંગે છે, તો તમે ફરિયાદ નોંધાવી શકો છો.


 આ જગ્યાએ કરી શકો છે ફરિયાદ


જો તમે આધારમાં કોઈ પણ માહિતી અપડેટ કરો છો અને નિયત ફી કરતા વધુ ચાર્જ માંગવામાં આવે તો તમે યુઆઈડીએઆઈ દ્વારા જારી કરાયેલા યુઆઈડીએઆઈ હેલ્પલાઈન નંબર 1947 પર કોલ કરીને ફરિયાદ નોંધાવી શકો છો. આ સિવાય તમે તમારી ફરિયાદ ઇમેઇલ દ્વારા પણ કરી શકો છો. તમે help@uidai.gov.in મેઇલ કરીને તમારી ફરિયાદ નોંધાવી શકો છો.