CNG Price Hike: દેશભરમાં મોંઘવારીથી ત્રસ્ત લોકો પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. દિલ્હી-એનસીઆરમાં સીએનજી ગેસના ભાવમાં પ્રતિ કિલોગ્રામ બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. વધેલી કિંમતો આજે 21 મે 2022ની સવારે છ વાગ્યાથી લાગુ થઇ હતી.






દિલ્હીમાં 6 દિવસમાં બીજી વખત CNGના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આ પહેલા 15 મેના રોજ દિલ્હી-NCRમાં CNGની કિંમતમાં પ્રતિ કિલો 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. હાલમાં દિલ્હીમાં એક કિલોગ્રામ સીએનજી માટે ગ્રાહકોને 75.61 રૂપિયા ચૂકવવા પડશે.


ગાઝિયાબાદ, નોઈડા અને ગ્રેટર નોઈડામાં પણ CNGની કિંમતમાં 2 રૂપિયાનો વધારો થયો હતો. આ પછી આ શહેરોમાં CNGની કિંમત પ્રતિ કિલો 78.17 રૂપિયા થઈ ગઇ છે. આ સિવાય ગુરુગ્રામમાં રહેતા લોકોએ એક કિલો સીએનજી માટે 83.94 રૂપિયા ચૂકવવા પડશે.


અન્ય રાજ્યોમાં ભાવ વધારો


દિલ્હી સિવાય રેવાડીમાં સીએનજીના ભાવમાં વધારો કર્યા બાદ હવે 86.07 રૂપિયા, કાનપુરમાં 87.40 રૂપિયા, અજમેરમાં 85.88 રૂપિયા, કરનાલમાં 84.27 રૂપિયા, મુઝફ્ફરનગરમાં 82.84 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ચૂકવવા પડશે.


સીએનજી ગેસના ભાવ વધારાના કારણે સીએનજી પર ચાલતા વાહનોના ભાડામાં સતત વધારો થઈ રહ્યો છે જેના કારણે સામાન્ય લોકો પરેશાન થઇ રહ્યા છે.


Omicron Subvariant BA.4 Case: હૈદરાબાદમાં મળ્યો ભારતનો પહેલો ઓમિક્રૉન બીએ.4 કેસ, જાણો કેટલો છે ખતરનાક


BHAVNAGAR : ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરવાના બે બનાવોમાં બે વર્ષની બાળકી સહીત ત્રણના મોત


ભ્રષ્ટાચારી IAS કે.રાજેશના ખાસ ગણાતા રફિક મેમણના CBI કોર્ટે એક દિવસના રિમાન્ડ મજૂર કર્યા


IPL 2023: આઇપીએલની આવનારી સીઝનમાં CSK માટે રમશે એમ એસ ધોની? માહીએ આપ્યો જવાબ, જુઓ વિડીયો