આધાર નંબર યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) હેઠળ જારી કરવામાં આવે છે. બેંક ખાતું ખોલાવતી વખતે અથવા મોબાઈલ લેતી વખતે, રેલવે ટિકિટ બુક કરતી વખતે પણ આધાર કાર્ડ જરૂરી છે. આધાર કાર્ડ વર્તમાન સમયમાં દસ્તાવેજમાં સૌથી મહત્વનું માનવામાં આવે છે. UIDAIએ આધાર યૂઝર્સને આધાર કાર્ડ અપડેટ કરવાની મફત સુવિધા આપી છે. આમાં યુઝર્સ આધારના ડોક્યુમેન્ટ્સ ઓનલાઈન અપડેટ કરી શકે છે. જો તમે તમારી જન્મ તારીખ અપડેટ કરવા માંગો છો તો આ પ્રક્રિયા ખૂબ જ સરળ બની જાય છે. આધાર કાર્ડમાં નામ, સરનામું તમે સરળતાથી બદલી શકો છો.
UIDAIએ આધાર યૂઝર્સને તેમના તમામ દસ્તાવેજોની ચકાસણી કરવા વિનંતી કરી છે. જો કોઈ યુઝરે 10 વર્ષથી પોતાનું આધાર કાર્ડ અપડેટ કર્યું નથી, તો તેણે શક્ય તેટલું જલ્દી તેનું આધાર કાર્ડ અપડેટ કરવું જોઈએ.
ક્યાં સુધી તમે મફતમાં આધાર કાર્ડ અપડેટ કરી શકશો
UIDAI અનુસાર, કોઈપણ યુઝર્સ 14 સપ્ટેમ્બર 2023 સુધી આધાર અપડેટ કરી શકે છે. આધાર ઓથોરિટીએ આ માટે 15 માર્ચ, 2023 નક્કી કરી હતી, હવે તેની તારીખ વધીને 14 સપ્ટેમ્બર થઈ ગઈ છે.
ચાર્જ કેટલો હશે
જો તમે આધાર અપડેટ કરાવવા માટે તમારા નજીકના આધાર કેન્દ્ર પર જાઓ છો, તો તમારે 50 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે. માય-આધાર પોર્ટલ પર આધાર અપડેટ કરવાની સુવિધા 14 સપ્ટેમ્બર સુધી મફત છે, પરંતુ 14 સપ્ટેમ્બર પછી આધાર અપડેટ કરવા માટે પોર્ટલ પર 50 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે.
આધાર કેવી રીતે અપડેટ કરવું
સૌ પ્રથમ, તમારે https://myaadhaar.uidai.gov.in/ પર જવું પડશે અને તમારો આધાર નંબર દાખલ કરીને લોગ ઇન કરવું પડશે.
આ પછી તમારે ડોક્યુમેન્ટ અપડેટના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
હવે તમને તમારી બધી માહિતી સ્ક્રીન બતાવવામાં આવશે. તમારે તમારી વિગતો ચકાસવી પડશે.
આ પછી તમારે બતાવવામાં આવી રહેલી હાઇપર-લિંક પર ક્લિક કરવાનું રહેશે.
તમારે સ્ક્રીન પર દર્શાવેલ ડ્રોપડાઉન સૂચિમાંથી ઓળખનો પુરાવો અને સરનામાનો પુરાવો દસ્તાવેજો પસંદ કરવાની જરૂર છે.
આ પછી તમારે તમારા દસ્તાવેજોને અપડેટ કરવા માટે દસ્તાવેજ અપલોડ કરવો પડશે.
દસ્તાવેજો અપલોડ થયા પછી, તમને UIDAI વેબસાઇટ પર દસ્તાવેજો બતાવવામાં આવશે.
https://t.me/abpasmitaofficial