Aadhaar Card : કેન્દ્ર સરકારે 10 વર્ષ પહેલા જારી કરાયેલા આધાર કાર્ડને અપડેટ કરવાનું કહ્યું છે. આધાર કાર્ડ એ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. જેનો ઉપયોગ સરકારી અને ખાનગી કામો માટે થાય છે. આધાર કાર્ડમાં માહિતી અપડેટ કરવા માટે મર્યાદા નક્કી કરવામાં આવી છે. લાઈફમાં બે વાર નામ અપડેટ કરી શકાય છે. આધાર કાર્ડ હાલના સમયમાં આપણુ ખૂબ જ મહત્વનું દસ્તાવેજ છે.   


તમે myAadhaar પોર્ટલ પર જઈને આધાર કાર્ડને ઓનલાઈન અપડેટ કરી શકો છો. માત્ર 50 રૂપિયાના ચાર્જ સાથે તમે તમારા આધાર કાર્ડ પર ઘણી મહત્વપૂર્ણ વિગતો અપડેટ કરી શકો છો. આધાર કાર્ડમાં માહિતી અપડેટ કરવા માટે મર્યાદા નક્કી કરવામાં આવી છે. લાઈફમાં બે વાર નામ અપડેટ કરી શકાય છે. જ્યારે જન્મ તારીખ અને જેન્ડર લાઈફમાં ફક્ત એક જ વાર બદલી શકાય છે.


સૌથી પહેલા myaadhaar.uidai.gov.in પર જાઓ. 
હવે લોગીન કરો અને નામ/લિંગ/જન્મ તારીખ અને સરનામું અપડેટ વિકલ્પ પસંદ કરો. 
પછી અપડેટ આધાર પર ક્લિક કરો.
હવે સરનામું અથવા અન્ય વિગતો અપડેટ કરવાના વિકલ્પ પર ક્લિક કરીને આધાર અપડેટ માટે આગળ વધો. 
આ પછી સ્કેન કરેલી કોપી અપલોડ કરો અને ડેમોગ્રાફિક ડેટાની માહિતી અપલોડ કરો.
હવે પેમેન્ટ કરો, ત્યારબાદ તમને એક નંબર મળશે. 
તેને હાથમાં રાખો, સ્ટેટસ ચેક કરવામાં ઉપયોગી થશે. 



જો તમે આધાર કાર્ડમાં એડ્રેસ બદલવા અથવા અપડેટ કરવા જઈ રહ્યા છો, તો તમારે 50 રૂપિયા ફી ચૂકવવી પડશે. પેમેન્ટ કર્યા પછી સંપૂર્ણ માહિતી ભરવાની રહેશે. પછી વેરિફિકેશન બાદ તમારા આધારમાં સરનામું અપડેટ કરવામાં આવશે. 


10 વર્ષ જૂનું આધાર અપડેટ કરો


UIDAI છેલ્લા કેટલાક સમયથી એક અભિયાન ચલાવી રહ્યું છે, જેમાં તેણે 10 વર્ષથી વધુ જૂનું આધાર અપડેટ કરવાનું કહ્યું છે. UIDAI કહે છે કે જે લોકોનો આધાર 10 વર્ષથી વધુ જૂનો છે તેઓએ તેમની વસ્તી વિષયક વિગતો જેમ કે ઓળખનો પુરાવો અને સરનામાનો પુરાવો (POI/POA) દસ્તાવેજો આધારમાં અપડેટ કરવા જોઈએ. આ માટે UIDAI મફતમાં આધાર અપડેટ કરવાની સુવિધા પણ આપી રહી છે. અગાઉ આ મફત સેવા 14 જૂન, 2023 સુધી ઉપલબ્ધ હતી, જે હવે 14 સપ્ટેમ્બર, 2023 સુધી લંબાવવામાં આવી છે. 


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial