આધાર કાર્ડ (Aadhar Card )સરકારી એજન્સી UIDAI દ્વારા જારી કરવામાં આવે છે. જે દર દસ વર્ષે અપડેટ કરવાનુ હોય છે. જો તમારું આધાર કાર્ડ દસ વર્ષથી અપડેટ થયું નથી, તો પણ તમારી પાસે તમારા આધાર કાર્ડને મફતમાં અપડેટ કરવાનો સમય છે. જો તમે નિર્ધારિત તારીખ સુધીમાં આધાર કાર્ડ અપડેટ નહીં કરો, તો પછી તમારે પૂર્વ નિર્ધારિત ફી ચૂકવવી પડશે.


છેલ્લી તારીખ ક્યારે છે


આધાર કાર્ડને 14મી ડિસેમ્બર સુધી મફતમાં ઓનલાઈન અપડેટ કરી શકાશે (Aadhar Card  update). આ પછી તમારે ચાર્જ ચૂકવવો પડશે. જો તમે ઑફલાઇન અપડેટ કરો છો, તો તમારે હજુ પણ તેના માટે ચાર્જ ચૂકવવો પડશે.


શું ફેરફારો કરી શકાય છે



વસ્તી વિષયક ડેટા જેમ કે સરનામું, ફોન નંબર, નામ, જાતિ, ફોન નંબર, તેમજ ઈમેલ આઈડી બદલી શકાય છે. આ સિવાય ફોટો, બાયોમેટ્રિક અને આઇરિસ જેવી માહિતી અપડેટ કરવા માટે એનરોલમેન્ટ સેન્ટર પર જવું પડશે. જેના માટે ચાર્જ ચૂકવવો પડશે.


સરનામું કેવી રીતે બદલવું ?



· આધાર કાર્ડનું સરનામું મફતમાં બદલવા માટે, તમારે આધાર કાર્ડની સત્તાવાર વેબસાઇટ https://uidai.gov.in/ પર જવું પડશે.


· આમાં તમારે તમારા મોબાઇલ નંબર પર પ્રાપ્ત OTP દ્વારા લોગ ઇન કરવાનું રહેશે.


· તમે નામ, જેન્ડર, જન્મ તારીખ તેમજ સરનામું બદલી શકો છો.


હવે તમારે આધાર કાર્ડ અપડેટ કરવાના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.


· હવે તમારે સરનામાનો વિકલ્પ પસંદ કરવો પડશે.


આ પછી તમારે આધાર અપડેટ કરવા માટે આગળ વધો પર ક્લિક કરવાનું રહેશે.


· હવે અપડેટ કરેલા સરનામાથી સંબંધિત દસ્તાવેજો અપલોડ કરો.


· SRN વેબસાઈટ પર જ જનરેટ થશે, જે પછી તમે તમારી અરજીને ટ્રેક કરી શકશો.


મફત આધાર કાર્ડ અપડેટ કરવાની તારીખ લંબાવીને 14મી ડિસેમ્બર કરવામાં આવી છે. નાગરિકો નિર્ધારિત તારીખ સુધી તેમના આધાર કાર્ડને મફતમાં અપડેટ કરી શકે છે. ડેપ્યુટી કમિશનરે સામાન્ય લોકોને 14 ડિસેમ્બર સુધીમાં UIDAI પોર્ટલ પર આઠથી દસ વર્ષ પહેલા બનાવેલા તેમના આધાર કાર્ડને મફતમાં અપડેટ કરવાની અપીલ કરી હતી. આધાર કાર્ડ ઓનલાઈન અપડેટ કરવા માટે, આધાર કાર્ડ ધારકે કોઈપણ પ્રકારની ફી ચૂકવવાની રહેશે નહીં.