મુંબઈઃ એક્ટ્રેસ પૂજા બત્રાએ હાલમાં જ સોશિયલ મીડિયામાં પોતાની નવી કારની તસવીરો શૅર કરી હતી. આ કાર ટેસ્લા મોડલ 3 ઓલ ઈલેક્ટ્રિક સેડાન કાર છે. પૂજા હાલમાં કેલિફોર્નિયા છે અને તેણે આ કાર ત્યાંથી ખરીદી છે. આ કાર હજી સુધી ભારતમાં લોન્ચ કરવામાં આવી નથી.


ટેસ્લા ભારતમાં આ મૉડલ વર્ષના અંત સુધીમાં લોન્ચ કરશે. આ કારની કિંમત 75 લાખ સુધીની હશે, તેમ માનવામાં આવે છે.


પૂર્વ મિસ ઈન્ડિયા પૂજા બત્રાએ વર્ષ 2002માં ડો. સોનુ એસ આહલુવાલિયા સાથે લગ્ન કર્યાં હતાં. લગ્ન બાદ તે લોસ એન્જલ્સ જતી રહી હતી. જોકે, લગ્નના નવ વર્ષ બાદ બંનેએ ડિવોર્સ લીધા હતાં. ડિવોર્સ બાદ પૂજા ભારત પરત ફરી હતી.  પૂજાએ આ વર્ષે જુલાઈમાં નવાબ શાહ સાથે લગ્ન કર્યાં હતાં. નવાબ શાહ એક્ટર સલમાનની ‘દબંગ 3’માં જોવા મળશે. (તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)


EPFO પેન્શનના નિયમમાં કરી શકે છે ફેરફાર, 6 કરોડ લોકો પર થશે અસર

IND vs SA: ટીમમાં ન હોવા છતાં રિષભ પંતે કર્યું વિકેટકિપિંગ, જાણો કેમ

વિવિધ Exit Poll પ્રમાણે મહારાષ્ટ્રમાં કોને કેટલી બેઠક મળશે, કોની બનશે સરકાર, જાણો વિગત