નવી  દિલ્હીઃ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)  પેન્શન સાથે જોડાયેલા નિયમમાં મોટો ફેરફાર કરવા જઈ રહ્યું છે. જેના કારણે 6 કરોડથી વધારે ઈપીએફ સબસ્ક્રાઇબર્સને અસર થઈ શકે છે. આઈપીએફઓ એક પ્રસ્તાવ લાવવાની તૈયારીમાં છે.

ઈકોનોમિક ટાઇમ્સના અહેવાલ મુજબ, આ પ્રસ્તાવમાં પેન્શન માટે ઉંમર મર્યાદા 58 વર્ષથી વધારી 60 વર્ષ કરવામાં આવી શકે છે. જોકે તે વૈકલ્પિક હશે. ઈપીએફઓનું માનવું છે કે સરકારના આ ફેંસલાથી પેન્શન ફંડમાં ખોટ 30000 કરોડ રૂપિયા સુધી ઓછો થઈ જશે.

ઉલ્લેખનીય છે કે તમે કોઈપણ એક કે વિવિધ જગ્યાએ 10 વર્ષ નોકરી કરો છો તો તમે પેન્શનના હકદાર બની જાવ છો. હાલ 58 વર્ષની વયે નિશ્ચિત રકમ માસિક પેન્શન તરીકે મળી શકે છે.

અગામી મહિને EPFO સેન્ટ્રલ બોર્ડ ટ્રસ્ટની બેઠકમાં આના પર વિચાર થઈ શકે છે. આ નિર્ણયથી પેન્શન ફંડને 30 હજાર કરોડની રાહત મળશે. સાથે જ નોકરીયાત લોકોની નિવૃત્તિની ઉંમર પણ 2 વર્ષ વધી શકે છે. બોર્ડની મંજૂરી મળ્યા બાદ પ્રસ્તાવ કેબિનેટમાં અપ્રૂવલ માટે લેબર મિનિસ્ટ્રીને મોકલવામાં આવશે.

IND vs SA: ટીમમાં ન હોવા છતાં રિષભ પંતે કર્યું વિકેટકિપિંગ, જાણો કેમ

હરિયાણામાં કોને મળશે કેટલી સીટ ? જાણો શું કહે છે વિવિધ એક્ઝિટ પોલ

વિવિધ Exit Poll પ્રમાણે મહારાષ્ટ્રમાં કોને  કેટલી બેઠક મળશે, કોની બનશે સરકાર, જાણો વિગત

ફરી ચર્ચામાં પીળી સાડી વાળી પોલિંગ ઓફિસર, સેલ્ફી લેવા મતદારોએ લગાવી હોડ