નવી દિલ્હી: કોરોના વાયરસની મહામારી સામે લડવા માટે PM-CARES ફંડમાં લોકો મદદ કરી રહ્યા છે. સમાન્ય માણસથી લઈને ઉદ્યોગપતિઓ પણ PM-CARES ફંડમાં યોગદાન આપી રહ્યા છે. અદાણી ફાઉન્ડેશને PM-CARES ફંડમાં 100 કરોડ રૂપિયાનું દાન કર્યું છે.



અદાણી ગ્રુપ ઉપરાંત દેશના અન્ય ઉદ્યોગપતિઓ મદદ માટે આગળ આવ્યા છે. જેએસડબ્લ્યુ જૂથે રવિવારે કહ્યું હતું કે તે કોરોના વાયરસ મહમારી સામે લડવા માટે 100 કરોડની સહાય પૂરી પાડશે. આ નાણાકીય સહાય ઉપરાંત, સજ્જન જિંદાલની આગેવાની હેઠળના જૂથ આરોગ્ય કર્મચારીઓને જરૂરી સાધનો પણ પૂરા પાડશે અને તેના કર્મચારીઓ વાયરસના ફેલાવાને રોકવા માટે એક દિવસનો પગાર દાન કરશે.

બોલીવૂડની વાત કરવામાં આવે તો અક્ષય કુમારે 25 કરોડ, ટી-સિરીઝ માલિક ભૂષણ કુમારે પણ 11 કરોડ, રિતિક રોશને 20 લાખ, કપિલ શર્માએ 50 લાખ, વરૂણ ધવને 50 લાખ રૂપિયા દાન આપવાની જાહેરાત કરી છે.