Adani Group Deal: ગૌતમ અદાણીનું અદાણી ગ્રુપ આ વર્ષની શરૂઆતમાં વિવાદાસ્પદ હિંડનબર્ગ રિપોર્ટની અસરમાંથી ધીમે ધીમે બહાર આવી રહ્યું છે. આ સાથે અદાણીની શૉપિંગમાં પણ ધીમે ધીમે તેજી આવી રહી છે. તાજેતરમાં અદાણી જૂથે ટ્રેન ટિકિટ બુકિંગ પ્લેટફોર્મ ટ્રેનમેન ખરીદ્યા છે. હવે અદાણી જૂથ વધુ એક મોટો સોદો કરવાની તૈયારી કરી રહ્યું છે.


જલ્દી થઇ શકે છે અધિકારિક એલાન - 
રૉઇટર્સના અહેવાલ મુજબ, અદાણી જૂથ ટૂંક સમયમાં જ સંઘી ઇન્ડસ્ટ્રીઝમાં બહુમતી હિસ્સો હસ્તગત કરી શકે છે. રિપોર્ટમાં મામલાને લગતા બે સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે અદાણી ગ્રુપ અને સાંઘી ઈન્ડસ્ટ્રીઝમાં પ્રસ્તાવિત ડીલને લઈને વાતચીત ચાલી રહી છે. બંને પક્ષોએ સમજૂતી પણ કરી લીધી છે. આ ડીલ અંગેની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવી શકે છે.


આટલી આંકવામાં આવી છે સાંધીની વેલ્યૂ -  
એક સૂત્રએ રૉઇટર્સને જણાવ્યું કે વાતચીતમાં સંઘીની એન્ટરપ્રાઇઝ વેલ્યૂ 729 મિલિયન ડૉલર એટલે કે આશરે 6000 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. આમ જોવા જઈએ તો એવું લાગે છે કે સોદો લગભગ થઈ ગયો છે. અગાઉ ઇકોનૉમિક ટાઇમ્સે ગયા અઠવાડિયે કહ્યું હતું કે અદાણી ગૃપ સાંઘી ઇન્ડસ્ટ્રીઝને હસ્તગત કરવાની રેસમાં ઘણું આગળ છે.


આ કામ કરે છે સાંધી ઇન્ડસ્ટ્રીઝ - 
સાંધી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (Sanghi Industries) એ અમદાવાદ, ગુજરાતમાં મુખ્ય મથક ધરાવતું સંગઠન છે. તેની મુખ્ય પેટાકંપનીઓમાં સાંધી સિમેન્ટ્સ લિમિટેડ, સાંઘી થ્રેડ્સ લિમિટેડ અને સાંઘી ફિલામેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડનો સમાવેશ થાય છે. સાંઘી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ પશ્ચિમ ભારતની સૌથી મોટી સિમેન્ટ કંપનીઓમાંની એક તરીકે ઓળખાય છે. કંપની સિમેન્ટનું ઉત્પાદન અને વેચાણ કરે છે.


અત્યારે બીજા નંબર પર છે અદાણી ગૃપ - 
સાંઘી ઇન્ડસ્ટ્રીઝનું અધિગ્રહણ અદાણી જૂથ માટે ઘણી બાબતોમાં મહત્વપૂર્ણ છે. અદાણી જૂથ થોડા સમય પહેલા સિમેન્ટ ઉદ્યોગમાં ટોચની રેસમાં જોડાયું છે. આ ગ્રુપે હૉલસીમ પાસેથી અંબુજા સિમેન્ટ અને ACC ખરીદી છે. જે બાદ હવે અદાણી ગ્રૂપ સિમેન્ટના મામલે દેશમાં બીજા ક્રમે પહોંચી ગયું છે.


અદાણી ગૃપને અહીં મળશે મદદ - 
હાલમાં, અંબુજા સિમેન્ટ અને એસીસી લિમિટેડ સાથે સિમેન્ટની દ્રષ્ટિએ, અદાણી જૂથની કુલ ક્ષમતા 65 મિલિયન ટન કરતાં વધુ છે. આ ગ્રૂપ હાલમાં દેશભરમાં એક ડઝનથી વધુ સિમેન્ટ મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટ ધરાવે છે. આદિત્ય બિરલા ગ્રૂપની અલ્ટ્રાટેક સિમેન્ટ સિમેન્ટ સેક્ટરમાં અદાણી કરતાં આગળ છે. સાંઘી ઇન્ડસ્ટ્રીઝના અધિગ્રહણથી અદાણી ગ્રુપને અલ્ટ્રાટેક સાથેનું અંતર ભરવામાં મદદ મળશે.