AHMEDABAD : મોંઘવારીનો માર સહન કરતી જનતાને વધુ એક ફટકો પડ્યો છે. અદાણીએ CNGના ભાવમાં ફરી વધારો કર્યો છે. અદાણીએ CNGના ભાવમાં એક રૂપિયાનો વધારો કર્યો છે. આ વધારાને કારણે CNGનો ભાવ 82 રૂપિયાને પર થયો છે. આ વધારા સાથે CNGનો નવો ભાવ 82.59 પૈસા થયો છે. એક અઠવાડિયા અગાઉ પણ અદાણીએ CNGમાં ભાવ વધારો  કર્યો હતો. 


ગયા અઠવાડિયે અદાણીએ વધાર્યા હતા ભાવ 
અદાણીએ હજી ઘાય અઠવાડિયે જ CNGના ભાવમાં વધારો કર્યો હતો. CNGના ભાવમાં રૂ.2નો વધારો કરવામાં આવ્યો હતો, જેના કારણે CNGનો ભાવ રૂ.81.59 થયો હતો.અદાણીએ CNGના ભાવમાં વધારો કરીને અદાણી ગેસે વાહન ચાલકોને  મોટો ઝટકો આપ્યો હતો. CNGના ભાવમાં 2 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંક્યો એ પહેલા પણ પાંચ રૂપિયાનો વધારો ઝીંક્યો હતો. 


અગાઉ પણ અદાણીએ 5 રૂપિયા વધાર્યા હતા
આ મહિને 1 એપ્રિલ એટલે કે નવા નાણાકીય વર્ષના પ્રથમ દિવસે અદાણીએ CNGના ભાવ વધારી  મોટો ઝટકો આપ્યો હતો. અદાણીએ CNGના ભાવમાં એક સાથે 5 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંક્યો હતો. CNG ના ભાવમાં વધારો થતાં સીએનજી વાહન ચાલકોને ખિસ્સા ખાલી કરવાનો વારો આવ્યો છે. પાંચ રૂપિયાના વધારા બાદ બે રૂપિયા અને હવે એક રૂપિયાના વધારા બાદ CNGનો ભાવ 82.59 રૂપિયાએ પહોંચ્યો છે. 


ગુજરાત ગેસે CNGના ભાવમાં વધારો કર્યો હતો  
ગુજરાત ગેસે CNG ગેસના ભાવમાં 2 રૂપિયા 58 પૈસાનો વધારો કર્યો હતો. ગુજરાત સરકારની ગેસ કંપની ગુજરાત ગેસ લિમિટેડે CNG ગેસના ભાવમાં રૂ. 2.58 ભાવ વધારો જાહેર કરતાં રાજ્યમાં ગેસનો ભાવ રૂ. 79.56ના સ્તરે પહોંચી હયો હતો. 


રીક્ષા ચાલકોએ કરી હતી હડતાલ 
CNGના ભાવમાં તોતીંગ ભાવ વધારાને લઈને આમ આદમી પાર્ટીના નેજા હેઠળ 15 એપ્રિલે રીક્ષા ચાલકો હડતાળ કરી હતી. આમ આદમી પાર્ટી સાથે  સંકળાયેલ 11 રીક્ષા એસોસિએશન હડતાળમાં જોડાયા અને CNGમાં થયેલ તોતીંગ ભાવ વધારો પરત ખેંચવા માંગ કરી હતી અને સાથે જ CNGને GSTમાં સમાવવા માંગ કરવામાં આવી હતી. રીક્ષાચાલકો CNGમાં સબસીડી અને ભાડામાં વધારાની પણ માંગ કરી હતી.