Adani vs Ambani: ગ્રીન એનર્જી બાદ હવે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને અદાણી ગ્રુપની પાવર કંપની અદાણી પાવર વચ્ચે મોટી લડાઈ થવા જઈ રહી છે. લેન્કો અમરકંટક પાવરની 25 નવેમ્બર, 2022ના રોજ હરાજી થવા જઈ રહી છે, જેના માટે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને અદાણી પાવર બંને એકબીજા સાથે બિડ કરવા માટે સ્પર્ધા કરવા જઈ રહ્યા છે.


આ પ્રથમ વખત હશે જ્યારે બે વિશાળ ઔદ્યોગિક જૂથો એસેટ ખરીદવા માટે સામસામે હશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને અદાણી પાવર (Adani Power), જાહેર ક્ષેત્રની કંપનીઓ પાવર ફાઇનાન્સ કોર્પોરેશન (PFC) અને રૂરલ ઇલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન (REC) એકસાથે બિડમાં ભાગ લેવા જઇ રહી છે. અદાણી પાવર પહેલેથી જ થર્મલ પાવરના ક્ષેત્રમાં હાજર છે અને રિલાયન્સની બિડ સફળ થતાં તે થર્મલ પાવરના ક્ષેત્રમાં પણ પ્રવેશ કરશે.


રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Reliance Industries) લેન્કો અમરકંટક પાવર માટે રિઝોલ્યુશન પ્લાનના પ્રથમ રાઉન્ડમાં સૌથી વધુ બિડર બની હતી, જે નાદારીની પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે. પરંતુ બીજા રાઉન્ડમાં અદાણી પાવરનો વિજય થયો હતો. PFC-REC બંને રાઉન્ડમાં ત્રીજા ક્રમે રહી હતી. 25 નવેમ્બરે બિડિંગ દરમિયાન અદાણી પાવરની રૂ. 2950 કરોડની બિડ મૂળ કિંમત હશે. લેણદારોની સમિતિએ સૌથી વધુ બિડર પસંદ કરવા માટે હરાજીનો આશરો લીધો છે.


રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને અદાણી જૂથ વચ્ચે માત્ર લેન્કો અમરકંટક પાવર માટે જ નહીં પરંતુ ફ્યુચર રિટેલ અને SKS પાવર જેવી નાદાર કંપનીઓ માટે પણ બિડ કરવા માટે સ્પર્ધા થઈ શકે છે. બંને જૂથોએ EOI (Expression Of Interest) સબમિટ કરી છે. જોકે એ સ્પષ્ટ નથી કે બંને બિડમાં ભાગ લેશે કે નહીં.


લેન્કો છત્તીસગઢમાં કોરબા-ચંપા હાઇવે પર કોલસા આધારિત થર્મલ પાવર પ્લાન્ટનું સંચાલન કરી રહી છે. જ્યાંથી મધ્યપ્રદેશ, હરિયાણા અને છત્તીસગઢને વીજળી પૂરી પાડવામાં આવે છે.


આ પણ વાંચોઃ


APY: રોજના 7 રૂપિયાની બચત કરીને તમે મેળવી શકો છો 5,000 રૂપિયાનું માસિક પેન્શન, જાણો આ સરકારી યોજનાની તમામ વિગતો


Inox Green Energy IPO: વધુ એક આઈપીઓએ રોકાણકારોને રડાવ્યાં, જાણો આઇનોક્સ વિન્ડનો શેર કેટલા પર લિસ્ટ થયો