આજના સમયમાં આધાર કાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયું છે. જ્યાં આઈડી કાર્ડની જરૂર હોય ત્યાં તેનો ઉપયોગ થાય છે. સરળ શબ્દોમાં કહીએ તો, આધાર હવે એક મુખ્ય આઈડી પ્રૂફ બની ગયું છે. જો તમારા આધાર સાથે કોઈ પણ પ્રકારની સમસ્યા છે તો તમારા ઘણા મહત્વપૂર્ણ કામ અટકી શકે છે, તેથી તેને અપડેટ રાખવું ખૂબ જ જરૂરી છે.


તમારા મોબાઈલ નંબરને આધાર કાર્ડ સાથે લિંક કરાવવો ખૂબ જ જરૂરી છે. મોબાઈલ નંબરની નોંધણી ન થવાને કારણે તમારા ઘણા કામો અટકી પડે છે. જો તમે ઘણા વર્ષો પહેલા તમારું આધાર કાર્ડ બનાવ્યું હતું અને હવે તમારો નંબર બદલાઈ ગયો છે, તો તમે સરળતાથી તમારો નવો નંબર આધાર કાર્ડ પર ઉમેરી શકો છો.


તમે સરળતાથી નવો નંબર આધારકાર્ડમાં એડ કરી શકો છો


તમને જણાવી દઈએ કે UIDAI તેના યૂઝર્સને ઘણી એવી સુવિધાઓ પૂરી પાડે છે જેમાં તમે ઘરે બેઠા જ આધાર સાથે જોડાયેલી કેટલીક વસ્તુઓ અપડેટ કરી શકો છો. પરંતુ, જો તમે તમારો મોબાઈલ નંબર અપડેટ કરવા ઈચ્છો છો, તો તેના માટે તમારે આધાર સેવા કેન્દ્ર પર જવું પડશે. સર્વિસ સેન્ટર પર જઈને તમે માત્ર 50 રૂપિયાની ઓનલાઈન ફી ભરીને તમારો નવો નંબર આધાર કાર્ડમાં ઉમેરી શકો છો.


નવો નંબર ઉમેરવા માટે, પહેલા આધાર સેવા કેન્દ્ર પર જાઓ. હવે તમને અહીં આધાર સુધારણા ફોર્મ આપવામાં આવશે. આમાં તમારે તમારી મહત્વપૂર્ણ માહિતી જેમ કે નામ, આધાર નંબર અને મોબાઈલ નંબર ભરવાની રહેશે. ફોર્મ સબમિટ કર્યા પછી, તમારી બાયોમેટ્રિક વિગતો લેવામાં આવશે. તમને જણાવી દઈએ કે નવા મોબાઈલ નંબરને અપડેટ થવામાં ઓછામાં ઓછો એક સપ્તાહનો સમય લાગશે. સુધારણા પછી, એક નવું આધાર તમારા પોસ્ટલ સરનામાં પર મોકલવામાં આવશે.


તમારો મોબાઈલ નંબર આ રીતે ચેક કરો


જો તમે તમારા આધાર કાર્ડ સાથે જોડાયેલા મોબાઈલ નંબર વિશે જાણકારી મેળવવા ઈચ્છો છો, તો તેના માટે તમારે પહેલા UIDAIની વેબસાઈટ પર જવું પડશે.
હવે તમારે UIDAIના માય આધાર વિભાગમાં જઈને આધાર સેવાના વિકલ્પ પર ટેપ કરવાનું રહેશે.
હવે તમારે મોબાઈલ નંબર અને ઈ-મેલ આઈડી વેરીફાઈના વિકલ્પ પર ટેપ કરવાનું રહેશે.
હવે તમારે આધાર નંબર ભરવો પડશે અને વેરિફિકેશન માટે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર નાખવો પડશે. છેલ્લે તમારે કેપ્ચા ભરવાનો રહેશે.
સબમિટ કર્યા પછી, તમને એક પોપ અપ સંદેશ મળશે જેમાં જણાવવામાં આવશે કે તમારો મોબાઇલ નંબર પહેલેથી જ નોંધાયેલ છે. જો ફોર્મ સબમિટ કરવામાં આવ્યું છે તો તેનો અર્થ એ છે કે તમારો નંબર નોંધાયેલ નથી.