Reliance Jio New Tariffs Plans: એરટેલ અને વોડાફોન-આઈડિયાએ તેમના ટેરિફ દરો પહેલેથી જ વધારી દીધા છે. આ પછી હવે રિલાયન્સ જિયો પણ ટેરિફ વધારનારા ઓપરેટરોની યાદીમાં સામેલ થઈ ગયું છે. જો કે, રિલાયન્સ જિયોનો દાવો છે કે ટેરિફ પ્લાનની કિંમતોમાં વધારો થયા પછી પણ તેના પ્લાન અન્ય ઓપરેટર્સ કરતા સસ્તા છે.


રિલાયન્સ જિયોએ રવિવારે તેના પ્રીપેડ રિચાર્જ પ્લાનના નવા દરોની જાહેરાત કરી હતી. રિલાયન્સ જિયોએ કહ્યું કે તેના ટેરિફ દરો હજુ પણ પોસાય તેવા છે અને તે ગ્રાહકોને સૌથી ઓછી કિંમતે સારી સેવા આપી રહી છે. કંપનીએ કહ્યું કે તેના દ્વારા જારી કરાયેલા નવા ટેરિફ રેટ 1 ડિસેમ્બરથી લાગુ થશે.


ખર્ચાળ ટેરિફ યોજનાઓ


કંપનીના નવા ટેરિફ પ્લાનની વાત કરીએ તો બેઝિક Jio પ્લાન જે પહેલા 75 રૂપિયાનો હતો. તે હવે 91 રૂપિયા થઈ ગયો છે. તેમાં 3 GB ડેટા, અમર્યાદિત વૉઇસ કૉલ્સ અને 50 SMS મળશે, જેની વેલિડિટી 28 દિવસની રહેશે. તે જ સમયે, Jioનો જે પ્લાન પહેલા 129 રૂપિયામાં આવતો હતો તે હવે 155 રૂપિયાનો થઈ ગયો છે. આમાં દર મહિને 2GB ડેટા, અનલિમિટેડ વૉઇસ કૉલ્સ અને 300 SMS મળશે. તેની વેલિડિટી પણ 28 દિવસની રહેશે.


આ સિવાય જે પ્લાન એક વર્ષ માટે 2399 રૂપિયામાં આવતો હતો તે હવે 2879 રૂપિયાનો થઈ ગયો છે. તેમાં દરરોજ 2 GB ડેટા, અમર્યાદિત વૉઇસ કૉલ્સ અને દરરોજ 100 SMS મળશે.


વોડાફોન-આઈડિયાએ વધાર્યા ટેરિફ


વોડાફોન-આઈડિયાના ગ્રાહકોને 99 રૂપિયામાં 79 રૂપિયાનો પ્લાન મળશે. 179 રૂપિયાનો 149 પ્લાન અને 1,498 પ્રીપેડ પ્લાન હવે 1,799 રૂપિયામાં રિચાર્જ કરાવવો પડશે. 2,399 રૂપિયાનો પ્લાન હવે 2,899 રૂપિયાનો થઈ ગયો છે. ડેટા ટોપઅપની વાત કરીએ તો 48 રૂપિયાનું ટોપ અપ હવે 58 રૂપિયામાં મળશે. 98 રૂપિયાના પ્લાનને વધારીને 118 રૂપિયા અને 251 રૂપિયાના ટોપઅપને 298 રૂપિયા કરવામાં આવ્યા છે. 351ના પ્લાન માટે 418 રૂપિયા સીધા જ ખર્ચવા પડશે.


એરટેલે વધાર્યા ટેરિફ


એરટેલના નવા પ્રીપેડ ટેરિફ 26 નવેમ્બરથી અમલમાં આવ્યા છે. ગ્રાહકોને મળતો 79 રૂપિયાનો પ્લાન હવે 25%ના વધારા સાથે 99 રૂપિયાનો થઈ ગયો છે. હવે 149 રૂપિયાના પ્લાન માટે 179 રૂપિયા ચૂકવવા પડશે. 1,498 રૂપિયાનો પ્લાન હવે 1799 રૂપિયામાં રિચાર્જ થશે. તે જ સમયે, 2,498 રૂપિયાનો પ્લાન હવે મોંઘો થઈ જશે અને 2,999 રૂપિયામાં ઉપલબ્ધ થશે.