Milk Price Increased:  હાલમાં જ અમૂલે દેશભરમાં દૂધના ભાવમાં વધારો કર્યો હતો અને ત્યારબાદ તેના દૂધ પ્રતિ લિટર 2 રૂપિયા મોંઘું થયું હતું. હવે ગ્રાહકોને વધુ એક ઝટકો લાગ્યો છે કારણ કે મધર ડેરી રવિવારથી દિલ્હી-એનસીઆરમાં દૂધના ભાવમાં 2 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કરી રહી છે.


કેમ વધ્યા ભાવ?


મધર ડેરીએ અગાઉ જુલાઈ 2021માં દૂધના ભાવમાં વધારો કર્યો હતો. કંપનીની કહેવા મુજબ જુલાઈ 2021 પછી દૂધની પડતર કિંમતમાં લગભગ 8 થી 9 ટકાનો વધારો જોવા મળ્યો છે, જેના કારણે તેણે કિંમતોમાં વધારો કરવો પડ્યો છે.


આ રાજ્યોમાં પણ દૂધ મોંઘુ થશે


મધર ડેરીનું દૂધ પણ આવતીકાલથી હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં 2 રૂપિયા મોંઘું થશે.


મધર ડેરીના દૂધનો નવો ભાવ


મધર ડેરીનું ફુલ ક્રીમ દૂધ 57 રૂપિયા પ્રતિ લીટરથી વધીને 59 રૂપિયા પ્રતિ લીટર થશે.


મધર ડેરીનું ટોન્ડ દૂધ હવે 47 રૂપિયા પ્રતિ લીટરને બદલે 49 રૂપિયા પ્રતિ લીટરના ભાવે મળશે.


ડબલ ટોન્ડ દૂધની કિંમત 41 રૂપિયા પ્રતિ લિટરથી વધીને 43 રૂપિયા થશે.


ગાયનું દૂધ 49 રૂપિયા પ્રતિ લીટરથી વધીને 51 રૂપિયા પ્રતિ લીટર થશે.


મધર ડેરીનું ટોકન દૂધ 44 રૂપિયા પ્રતિ લીટરથી વધીને હવે 46 રૂપિયા પ્રતિ લીટર થશે.


1 માર્ચથી અમૂલના દૂધના ભાવમાં થયો વધારો


ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) એ સમગ્ર ભારતમાં દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ. 2નો વધારો કર્યો છે. નવી કિંમતો મંગળવાર એટલે કે 1 માર્ચથી લાગુ થઈ ગઈ છે. નવા દરો જાહેર થયા બાદ હવે અમૂલ ગોલ્ડ મિલ્કની કિંમત 500 મિલી દીઠ 30 રૂપિયા, અમૂલ તાઝાની કિંમત 500 મિલી દીઠ 24 રૂપિયા અને અમૂલ શક્તિની કિંમત 27 રૂપિયા પ્રતિ 500 મિલી થઈ ગઈ છે. બીજી તરફ દિલ્હી-NCRની વાત કરીએ તો 2 રૂપિયાના વધારા સાથે દિલ્હી NCRમાં પણ અમૂલ દૂધ મોંઘુ થઈ ગયું છે