Elon Musk: ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્ક હાલમાં ખૂબ ચર્ચામાં છે. એલોન મસ્કે તાજેતરમાં જ ટ્વિટર ખરીદ્યું છે, જે વિશ્વની સૌથી મોટી સોશિયલ મીડિયા કંપનીઓમાંની એક છે. તે જ સમયે, ઇલોન મસ્કએ એક નવું ટ્વિટ કરીને કોકા-કોલા ખરીદવાની વાત કરી છે, જે ઝડપથી વાયરલ થઈ રહી છે.
ઇલોન મસ્કે ગુરુવારે સવારે ટ્વીટ કરીને કહ્યું કે, "હવે હું કોકા-કોલા ખરીદીશ જેથી હું કોકેન નાંખી શકું." ઇલોન મસ્કના આ ટ્વીટ પર અડધા કલાકમાં 7 લાખથી વધુ લાઈક્ય આવી ગયા છે, જ્યારે હજારો લોકોએ તેના પર કમેન્ટ કરી છે. તમને જણાવી દઈએ કે, ઈલોન મસ્કે ટ્વિટરને $44 બિલિયનમાં ખરીદ્યું છે. જાણકારી અનુસાર, ઈલોન મસ્કે થોડા સમય પહેલા ટ્વિટરમાં 9 ટકા હિસ્સો ખરીદ્યો હતો, ત્યારબાદ તેણે હવે ટ્વિટરમાં 100 ટકા હિસ્સો ખરીદ્યો છે.
ચાલો Twitter ને સૌથી મનોરંજક બનાવીએ
કોકા-કોલાના ટ્વિટ પછી તરત જ, એલોન મસ્કએ બીજી ટ્વિટ કરી અને લખ્યું 'ચાલો ટ્વિટરને સૌથી વધુ મજેદાર બનાવીએ'.
ટ્વિટરમાં થશે ફેરફાર
એલને ટ્વિટર ખરીદ્યા પછી કહ્યું કે ટ્વિટર એ ડિજિટલ ટાઉન સ્ક્વેર છે જ્યાં માનવતા વિશે વાત કરવામાં આવે છે અને તેની ચર્ચા થાય છે. અમે ટ્વિટરને નવી અને વધુ સારી સુવિધાઓ સાથે આગળ વધારવા માંગીએ છીએ. અગાઉ, તેણે કહ્યું હતું કે સમગ્ર ટ્વિટર પર એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન હોવું જોઈએ જેથી કરીને અન્ય કોઈ તમારો મેસેજ વાંચી ન શકે.