પેટ્રોલ ડિઝલ બાદ સરકારે સામાન્ય જનતાને વધુ એક મોંઘવારીનો ઝટકો આપ્યો છે. સરકારે LPG ગેસ સિલિંડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કર્યો છે. દિલ્લીમાં 14.2 કિલોગ્રામના ઘરેલુ ગેસ સિલિંડરની કિંમત 769 પર પહોંચી ગઈ છે.


ગેસ સિલિંડરની કિંમતમાં ચાલુ મહિનામાં બીજી વખત વધારવામાં આવી છે. અગાઉ ચાર ફેબ્રુઆરીએ સબસિડીવાળા સિલિંડરમાં 25 રૂપિયાનો વધારો ઝિંકાયો હતો અને હવે 10 દિવસ બાદ ફરીથી 50 રૂપિયાનો વધારો કરાયો છે. એટલે કે ફેબ્રુઆરીના 15 દિવસમાં જ ગેસ સિલિંડરની કિંમતમાં 75 રૂપિયાનો વધારો થયો છે.

નોંધનીય છે કે, આ પહેલા 1 ડિસેમ્બર, 2020 ના રોજ પણ પ્રતિ સિલિન્ડર પર 50 રૂપિયાનો વધારો ઝીંકાયો હતો ત્યારે 16 ડિસેમ્બરે પણ 50 રૂપિયાનો વધારો થયો હતો. જુલાઈ મહિનામાં એક એલપીજી સિલિન્ડરનો ભાવ 694 રૂપિયા હતો. સરકારે હવે રાંધણ ગેસના બાટલા પરની સબસિડી પણ બંધ કરી દીધી છે.