નવી દિલ્હી: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI), HDFC બેંક અને એક્સિસ બેંક બાદ હવે ઈન્ડસઈન્ડ બેંકે પણ બલ્ક ફિક્સ્ડ ડિપોઝીટના વ્યાજ દરમાં વધારો કર્યો છે. ઇન્ડસઇન્ડના નવા દર 14 માર્ચ, 2022થી અમલમાં આવ્યા છે.


બેંકે રૂ. 5 કરોડથી વધુ અથવા તેની સમાન રકમની પ્રી-મેચ્યોર ઉપાડ અને બિન-ઉપાડ બંને શ્રેણીઓ માટે FD દરોમાં ફેરફાર કર્યો છે. 61 મહિના અને 10 વર્ષ સુધીની 10 કરોડથી 100 કરોડ રૂપિયાની ડિપોઝિટ પર 4.9 ટકા વ્યાજ મળશે. ઇન્ડસઇન્ડ બેંકે 61 મહિનાથી વધુ અને 10 વર્ષ સુધીની થાપણો માટે રૂ. 5 કરોડથી રૂ. 5.5 કરોડ અને રૂ. 5.75 કરોડથી રૂ. 10 કરોડની થાપણો પર 4.8 ટકા વ્યાજ ઓફર કર્યું છે.


આ વ્યાજ દરો હશે


ઇન્ડસઇન્ડ બેંક 1 વર્ષથી 10 વર્ષની મુદત માટે રૂ. 5.50 કરોડથી રૂ. 5.75 કરોડની વચ્ચેની ફિક્સ્ડ ડિપોઝિટ પર 4.25 ટકા વ્યાજ ઓફર કરે છે. 7 દિવસથી લઈને 1 વર્ષથી ઓછા સમયગાળા પર વ્યાજ દર 3.1-3.5 ટકા રહેશે. રૂ. 5.5 કરોડ અને રૂ. 10 કરોડની વચ્ચેની થાપણો પરના દરો સિવાય IndusInd પર FD દરો 1 વર્ષથી વધુ અને 61 મહિનાથી ઓછા સમયગાળાની થાપણો પર 4.7 ટકાથી 4.85 ટકા સુધીની છે.7 દિવસથી લઈને 1 વર્ષથી ઓછા સમયગાળાની મુદત પર વ્યાજ દર 3.1 ટકાથી 4.75 ટકાની રેન્જમાં છે. આ દરો IndusInd માં ઉપાડી શકાય તેવી FD પર લાગુ હતા. રૂ. 5 કરોડથી રૂ. 100 કરોડ સુધીની નોન-વિડ્રોઅલ એફડી માટે, થાપણો માટેનો વ્યાજ દર 3.1 ટકાથી મહત્તમ 5 ટકા સુધીનો છે.


સમય પહેલા ઉપાડ પર કોઈ વ્યાજ નહીં


ઘરેલું અને NRO ટર્મ ડિપોઝિટ માટે સમય પહેલા ઉપાડની લઘુત્તમ મુદત 7 દિવસ છે. નોંધનીય છે કે બેંક જમા થયાની તારીખથી 7 દિવસની અંદર થાપણોના સમય પહેલા ઉપાડ પર વ્યાજ ચૂકવતી નથી. NRE ટર્મ ડિપોઝિટ માટે લઘુત્તમ મુદત 1 વર્ષ છે અને આ સમયગાળાની અંદર પ્રી મેચ્યોર એફડી પર કોઈ વ્યાજ ચૂકવવાપાત્ર નથી. બેંક દ્વારા સમય પહેલા ઉપાડ પર 1 ટકાનું વ્યાજ પણ વસૂલવામાં આવે છે. નોન-વિથડ્રોઅલ ટર્મ હેઠળ ફિક્સ ડિપોઝિટમાં કોઈ સમય પહેલા ઉપાડની સુવિધાને મંજૂરી આપવામાં આવશે નહીં. આનો અર્થ એ છે કે આવી થાપણની અવધિની સમાપ્તિ પહેલાં થાપણદાર દ્વારા FD બંધ કરી શકાશે નહીં.