નવી દિલ્હીઃ ભારતમાં રોશ ઈન્ડિયા અને સિપ્લા લિમિટેડની એન્ટીબોડી કોકટેલ ઉપલબ્ધ છે. આ દરમિયાન ગુજરાતી કંપની ઝાયડલ કેડિલાએ (Zydus Cadila) પણ એન્ટીબોડી કોકટેલના (antibodies cocktail) ક્લિનિકલ ટ્રાયલ માટે ડીજીસીઆઈની (DGCI) મંજૂરી માંગી છે. મોનોક્લોનલ એન્ટીબોડી કોકટેલ કોરોના સારવારમાં અક્સીર છે. આ દવાથી 70 ટકા સુધી હોસ્પિટલાઇઝેશનથી રાહત મળી શકે છે.
આ દવા માઈલ્ડથી મોડરેટ કોરોના સંક્રમિત દર્દીને આપવામાં આવે છે. 12 વર્ષથી મોટા બાળકોને પણ કોરોનાની સારવાર માટે ઉપયોગમાં લઈ શકાય છે. જે દર્દીને હાઈ રિસ્કની સંભાવના હોય અને ઓક્સિજનની જરૂરિયાત ન હોય તેમને એન્ટીબોડી કોકટેલ આપી શકાય છે.
આ દવા માટે હાઈરિસ્કની પરિભાષા
- ઉંમર 60 વર્ષકે તેથી વધુ
- મેદસ્વીતા
- હાઈબ્લેડ પ્રેશર સહિત હૃદય રોગ
- અસ્થમા સહિત ફેફસાની જૂની બીમારી
- ટાઈપ1 કે ટાઈપ 2 ડાયાબિટીઝ મેલિટસ
- કિડનીની બીમારી
એન્ટીબોડી કોકટેલ અંગે
એન્ટોબોડી કોકટેલ (Casirivimab અને Imdevimab) ડોક્ટરના મેડિકલ પ્રિસ્ક્રિપ્શનના આધારે જ આપવામાં આવે છે. દવા દરમિયાન દર્દીનું મોનિટરિંગ કરવામાં આવે છે. જે બાદ એક કલાક સુધી તેના પર દેખરેખ રાખવામાં આવે છે.
ભારતમાં કેટલા લોકોને અપાઈ રસી
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 20 કરોડ 26 લાખ 95 હજાર 874 ડોઝ આપવામાં આવ્યા છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,11,298 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3847 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 2,83,135 લોકો ઠીક પણ થયા છે.
- કુલ કેસ- બે કરોડ 73 લાખ 69 હજાર 093
- કુલ ડિસ્ચાર્જ- બે કરોડ 46 લાખ 33 હજાર 951
- કુલ એક્ટિવ કેસ - 24 લાખ 19 હજાર 907
- કુલ મોત - 3 લાખ 15 હજાર 235
સૌરાષ્ટ્રના આ મોટા શહેરમાં મ્યુકરમાઈકોસિસે વર્તાવ્યો કહેર, સર્જરી માટે 400 લોકોનું વેઈટિંગ
કોરોનાની રસી લેવાથી મોત થશે એવો કરાઈ રહ્યો છે ખોટો દાવો, જાણો શું છે હકીકત