Air India Planes : એર ઈન્ડિયાએ પોતાના અત્યાર સુધીના ઈતિહાસની સૌથી મોટી ખરીદીની ડિલ કરવાની તૈયારીમાં છે. કંપની નવા અધધ 500 નવા એરક્રાફ્ટ ખરીદવાને લઈને ટુંક સમયમાં જ ઓર્ડર આપી શકે છે તેમ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. ટાટા તરફથી આ ઓર્ડર અમેરિકાની વિમાન બનાવતી કંપની બોઈંગ અને ફ્રાંસની એરબસને આપવામાં આવી શકે છે. 


સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ટાટા ગ્રુપ એર ઈન્ડિયાને હસ્તગત કર્યા બાદ આ મોટો નિર્ણય લેવા જઈ રહ્યું છે. કંપની દ્વારા આપવામાં આવનાર ઓર્ડરમાં 400 થી વધુ નેરો-બોડી જેટ અને 100થી વધુ વાઇડ-બોડી એરક્રાફ્ટની ખરીદી કરવામાં આવી રહી છે. 
જો કે ટાટા તરફથી બોઈંગને મળેલા ઓર્ડર અંગે બોઈંગ દ્વારા કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. આ સાથે જ ટાટા ગ્રુપ તરફથી આ આદેશો અંગે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. એર ઈન્ડિયાની આ મહાડીલથી ભારતમાં એવિએશન ઈન્ડસ્ટ્રીને બુસ્ટર ડોઝ મળશે અને નવી તકો ઉભી થશે. 


મંદીના ભણકારા વચ્ચે વિમાન ઉદ્યોગ માટે એક મહત્વના અહેવાલ સામે આવ્યા છે. એર ઈન્ડિયાએ અબજો ડોલરની ઐતિહાસિક ડીલ કરવા જઈ રહી હોવાનું સામે આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એર ઇન્ડિયા અબજો ડોલરની કિંમતના એરબસ અને બોઇંગ પાસેથી 500 જેટ ખરીદવાના ઐતિહાસિક સોદો કરવાની ખુબ નજીક છે. એર ઈન્ડિયા દ્વારા લાઈનર માટે આ એક મોટો અને ઐતિહાસિક ઓર્ડર છે. જોકે, એવું કહેવામાં આવી રહ્યું છે કે કંપની ડીલને આખરી ઓપ આપવાની તૈયારીમાં છે. સૂત્રના સમાચાર મુજબ, કંપની દ્વારા અબજો ડોલરની ડીલ કરવામાં આવી રહી છે.


અહેવાલના જણાવ્યા અનુસાર, ટાટા ગ્રુપના નેજા હેઠળ આ એક મહત્વાકાંક્ષી સોદો હોવાથી ટાટા ગ્રુપ એર ઇન્ડિયાને પુનર્જીવિત કરવા જઈ રહ્યું છે હોવાથી આ ઓર્ડર આપવામાં આવ્યો છે. ટાટા તરફથી આપવામાં આવનાર ઓર્ડરમાં એરબસ A350, બોઇંગ 787 અને બોઇંગ 777 સહિત 400 નાના પ્લેન અને 100 મોટા પ્લેનનો સમાવેશ થઈ શકે છે. આ ઓર્ડરમાં નામ ન જણાવવાની શરતે એક અધિકારીએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં અતિ મોટો સોદો નક્કી કરવામાં આવશે.


જોકે એરબસ અને બોઇંગે ઐતિહાસિક ખરીદી અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે. જ્યારે આ ડીલને લઈને ટાટા જૂથે પણ કોઈપણ પ્રકારની ટિપ્પણી નથી કરી કે નથી તો આ બાબતને લઈને કોઈ જવાબ આપ્યો.


Air India Taken: ટાટાની એર ઈન્ડિયા આજથી ઉડાન ભરવા માટે તૈયાર, આ રીતે મુસાફરોનું સ્વાગત થશે


Tata Taken Air India: લગભગ 69 વર્ષ બાદ ટાટા ગ્રુપે ફરી એકવાર એર ઈન્ડિયાની માલિકી મેળવી લીધી છે. એર ઈન્ડિયાને ગુરુવારે સત્તાવાર રીતે ટાટા ગ્રુપને સોંપવામાં આવી હતી. ટાટા ગ્રુપ દ્વારા એર ઈન્ડિયાના અધિગ્રહણ અંગે પણ ઔપચારિક જાહેરાત કરવામાં આવી છે. હવે એર ઈન્ડિયાની નવી શરૂઆત આજથી થવા જઈ રહી છે. એર ઈન્ડિયાના વિમાન આજથી ટાટા ગ્રુપ હેઠળ ઉડાન ભરશે. આવી સ્થિતિમાં એરલાઈન્સના પાઈલટોને એક પરિપત્ર જારી કરવામાં આવ્યો છે કે તેઓ ટેક ઓફ કરતા પહેલા મુસાફરોનું ખાસ રીતે સ્વાગત કરે.


પરિપત્ર મુજબ, એરક્રાફ્ટના કેપ્ટન દ્વારા ફ્લાઇટમાં જાહેરાત નીચે મુજબ કરવામાં આવશે: “પ્રિય મહેમાનો, હું તમારા કેપ્ટન (તમારું નામ) સાથે બોલું છું. આજની ઐતિહાસિક ફ્લાઇટમાં આપનું સ્વાગત છે. આજનો દિવસ ખૂબ જ ખાસ છે, કારણ કે એર ઈન્ડિયા 7 દાયકા પછી ફરીથી સત્તાવાર રીતે ટાટા ગ્રુપનો ભાગ બની ગઈ છે. અમે એર ઈન્ડિયાની આ ફ્લાઈટમાં અને દરેક ફ્લાઈટમાં નવી જોશ સાથે તમારી સેવા કરવા આતુર છીએ. ભાવિ એર ઈન્ડિયામાં આપનું સ્વાગત છે. આશા છે કે તમારી યાત્રા સારી રહે. આભાર.'