Punjab National Bank Alert Customers: દેશની બીજી સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક એટલે કે પંજાબ નેશનલ બેંકે તેના ગ્રાહકો માટે એલર્ટ જાહેર કર્યું છે. જો તમે પણ આ બેંકમાં ખાતાધારક છો તો તમારા માટે પણ આ કામ 12 ડિસેમ્બર 2022 સુધીમાં પૂરૂ કરી લેવુ હિતાવહ રહેશે. નહિંતર તમારા એકાઉન્ટને સસ્પેન્ડ કરવામાં આવી શકે છે. 


PNBએ તેના તમામ ગ્રાહકોને એક ચેતવણી જારી કરી છે કે તેઓએ તેમના ખાતામાં KYC કરાવવું આવશ્યક છે. બેંકે આ કામ માટે 12 ડિસેમ્બર 2022 સુધીની ડેડલાઈન જાહેર કરી છે. જો તમે પણ આ કામ ઝડપથી નહીં કરો તો બેંક તમારું એકાઉન્ટ ડિએક્ટિવેટ કરી દેશે. માટે જો તમે કેવાયસી ના કર્યું હોય તો સોમવારે જ PNBની નજીકની શાખામાં જઈ આ કામ પૂરૂ કરી લો. આમ ના કરવા પર તમારૂ બેંક એકાઉન્ટ ઓપરેટ કરી શકશો નહીં અને કોઈપણ પ્રકારની આર્થિક લેવડદેવડ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે.


ગ્રાહકો પાસે માત્ર એક જ દિવસ


આજે 11મી ડિસેમ્બર 2022 રવિવાર છે. આવી સ્થિતિમાં આ દિવસે બેંકોમાં રજા હોય છે. આવી સ્થિતિમાં ગ્રાહકો પાસે આ કામ કરવા માટે માત્ર એક દિવસનો સમય બચ્યો છે. આવતીકાલે એટલે કે સોમવારે તમામ બેંકો ચાલુ રહેશે. ભારતીય રિઝર્વ બેંકે તમામ સરકારી અને બિન-સરકારી બેંકો માટે તેમના ખાતામાં KYC કરવાનું ફરજિયાત બનાવ્યું છે. માટે બેંક એવા ગ્રાહકોના ખાતા અસ્થાયી રૂપે ફ્રીઝ કરતી હોય છે જેમના ખાતામાં આ પ્રક્રિયા પૂર્ણ ના કરવામાં આવી હોય.


તમારા ખાતાની KYC થયું છે કે નહીં તે કેમ ખબર પડશે? 


પંજાબ નેશનલ બેંક તેના ગ્રાહકોને ઘરે બેઠા માત્ર એક કોલ કરીને તેમના ખાતાની કેવાયસી સ્થિતિ ચકાસી શકે તેવી સુવિધા આપે છે. આ માટે બેંકના કસ્ટમર કેર નંબર 18001802222 અથવા 18001032222 પર કોલ કરીને જાણી શકો છો કે તમારા ખાતામાં KYCની પ્રક્રિયા પુરી થઈ છે કે કેમ. એક વાત ધ્યાનમાં રાખો કે KYC અપડેટ કરવા માટે બેંક શાખાની મુલાકાત લેવાની જરૂર છે. આ કામ ઘરે બેસીને કરી શકાશે નહીં.


તમારા ખાતાની KYC આ રીતે કરાવો


આ અંગે માહિતી આપતાં બેંકે જણાવ્યું હતું કે, KYC અપડેટ કરવા માટે બેંકમાં જવું અનિવાર્ય છે. કોઈ બેંક અધિકારી તમને કોલ પર KYC અપડેટ કરવાનું કહેતા નથી. આ સ્થિતિમાં તમારે કોઈપણ પ્રકારના સાયબર ક્રિમિનલથી સાવધાન રહેવાની જરૂર છે. તમારો બેંક પાસપોર્ટ સાઇઝનો ફોટો, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બેંક પાસબુક સાથે રાખો. ત્યાર બાદ બેંક કર્મચારીને તમારું KYC અપડેટ કરવા માટે કહો. તે તમારી પાસેથી તમામ જરૂરી દસ્તાવેજો, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી લેશે. ત્યાર બાદ તમારા ખાતાની KYC અપડેટ થઈ જશે.