અમદાવાદઃ  જાણીતી કંપની વેલસ્પેને તમે સુતા હોવ ત્યારે હવા શુદ્ધ કરતી ચાદરનો દાવો કર્યો હતો. આ અંગે તેણે વિત્રાપન પણ બહાર પાડી હતી.વેલસ્પન સ્પેસીસ બેડશીટની ફેસબુક પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે "સ્પેસીસ દ્વારા નવી એરપ્યુરિ ફાઇંગ બેડશીટ્સ રજૂ કરાઈ છે જે હવામાંના હાનિકારક ગ્રીનહાઉસ વાયુઓને શોષી લે છે અને તેને શુદ્ધ હવામાં રૂપાંતરિત કરે છે જેથી તમે આનંદથી સુઈ શકો છો (#Sleep Happy)" અને "Pure Air Technology”".


સીઇઆરસીએ આ જાહેરાત સામે ફરિયાદ નોંધાવી હતી. જાહેરાતકર્તાના પ્રતિસાદના આધારે એડવર્ટાઇઝિંગ સ્ટાન્ડર્ડ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (એએસસીઆઇ)એ સીઇઆરસીની ફરિયાદને માન્ય રાખી હતી અને એડવર્ટાઈઝના દાવાઓને ગેરમાર્ગે દોરનારા હોવાનું ઠેરવ્યું હતું. એએસસીઆઈએ એડવર્ટાઈઝર દ્વારા ઉપલબ્ધ બનાવાયેલ ટેસ્ટ રિપોર્ટ્સ અને અન્ય વધારાની રજૂઆતોની સમીક્ષા કરી હતી. જોકે, પરીક્ષણનો ડેટા હવાના શુદ્ધિકરણને લગતો નહતો પરંતુ સપાટીના રોગાણુનાશક માટેનો હતો. જાહેરાતકર્તાએ સમજાવ્યું હતું કે ઉક્ત ઉત્પાદનની ટેક્નોલોજી ગ્રીનહાઉસ વાયુઓને શોષીને અને પછી હવાને શુદ્ધ કરે છે. દાવાઓને સાબિત કરવા માટે વાસ્તવિક વાતાવરણની નકલ કરતી વેલસ્પન બેડશીટનો ઉપયોગ કરીને કોઈ પ્રયોગશાળા પરીક્ષણો સાથે ટેકનિકલ ખુલાસાઓ પુરવાર થયા ન હતા.


એએસસીઆઈએ જણાવ્યું હતું કે આવા દાવાઓથી ગ્રાહકોના મનમાં વ્યાપક નિરાશા પેદા થાય તેવી સંભાવના છે. જાહેરાતકર્તાને જાહેરાતમાં ફેરફાર કરવા અથવા 17 ડિસેમ્બર 2021 સુધીમાં તેને પાછી ખેંચવા કહેવામાં આવ્યું છે. જો કે સીઇઆરસીને જાણવા મળ્યું હતું કે આ પોસ્ટ બ્રાન્ડના ફેસબુક પેજ પરદેખાતી રહે છે. સીઇઆરસીએ એએસસીઆઈને પત્ર લખીને જાહેરાતકર્તા સામે કાર્યવાહી કરવા જણાવ્યું છે.


સીઇઆરસીના મેનેજર– એડવોકેસી અનુષા ઐયરે જણાવ્યું હતું કે, "સીઇઆરસી હંમેશાં આવી ગેરમાર્ગે દોરતી જાહેરાતો શોધવામાં સક્રિય રહી છે, અને આવી જાહેરાતો સામે કાર્યવાહી કરવા માટે એએસસીઆઇ, સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (સીસીપીએ) અને અન્ય રેગ્યુલેટર્સને જાણ કરે છે. અહીં જે સવાલ સામે સવાલ કર્યો છે તે જાહેરાત માત્ર બેજવાબદાર જ નહીં પરંતુ ચિંતાજનક પણ છે કારણકે લોકો માનશે કે એરપ્યુરિફાયર ખરીદવાનો ખર્ચ કરવાને બદલે ઘરની હવાને શુદ્ધ કરવાનો આ એક સરળ અને કિફાયતી માર્ગ છે. આ ઉપરાંત તેઓ જ્યારે ઘરની અંદર હોય ત્યારે તે તેમનામાં સલામતીની ખોટી ભાવના પેદા કરે છે.