Air Asia Free Flight Ticket Offer: એરએશિયા દેશમાં તેના મોટા પુનરાગમનની ઉજવણી કરી રહી છે. જો તમે દેશમાં હવાઈ પ્રવાસનું આયોજન કરી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ સારા છે. તમે મફતમાં હવાઈ મુસાફરી પણ કરી શકો છો. સ્થાનિક બજેટ એરલાઇન કંપની એર એશિયાએ જાહેરાત કરી છે કે કંપની 50 લાખ સીટો માટે ફ્રી ટિકિટ વેચી રહી છે. આ માટેનું બુકિંગ 19 સપ્ટેમ્બરથી શરૂ થઈ ગયું છે.


ફ્રી સીટ્સ અભિયાન


એરએશિયા ગ્રૂપના ચીફ કોમર્શિયલ ઓફિસર કેરેન ચાને જણાવ્યું હતું કે, "અમે અમારા પેસેન્જરોનો આભાર માનવા માંગીએ છીએ કે જેમણે અમારા અત્યાર સુધીના સૌથી મોટા ફ્રી સીટ અભિયાનમાં ખૂબ જ યોગદાન આપ્યું છે. અમે અમારા ઘણા મનપસંદ રૂટ ફરી રજૂ કર્યા છે.”


આ છે ઑફર્સ


કોરોના રોગચાળાને કારણે ઘણી એરલાઇન કંપનીઓ ખોટમાં ચાલી રહી હતી, પરંતુ હવે સ્થિતિ એકદમ યોગ્ય બની ગઈ છે. આજે લોકો મુસાફરી કરવાનું પસંદ કરે છે. એરલાઇન કંપનીઓ તેમના પ્રી-કોવિડ લેવલ પર પહોંચી ગઈ છે. હવે કંપની તેના મજબૂત પુનરાગમનની ઉજવણી કરી રહી છે. કંપનીએ 5 મિલિયન એટલે કે 50 લાખ ફ્રી સીટોનું વેચાણ શરૂ કર્યું છે. આ માટેનું બુકિંગ 19 સપ્ટેમ્બરથી શરૂ થઈ ગયું છે અને 25 સપ્ટેમ્બર સુધી ચાલશે.


નવા વર્ષ માટે યોજનાઓ


કંપનીની વેબસાઇટ અનુસાર, જો તમે બજેટ એરલાઇન કંપની AirAsiaની શાનદાર ઓફરમાં 19 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર સુધી બુકિંગ કરાવો છો, તો તમે આવતા વર્ષે 1 જાન્યુઆરી, 2023થી 28 ઓક્ટોબર, 2023 વચ્ચે મુસાફરી કરી શકશો.


આ રીતે બુકિંગ કરાવો


એરએશિયાની 50 લાખ ફ્રી સીટોના ​​વેચાણ માટેની ઓફર તેની વેબસાઈટ તેમજ એપ પર ઉપલબ્ધ છે. તમે AirAsia સુપર એપ અથવા વેબસાઇટ પર 'ફ્લાઇટ્સ- Flights' આઇકોન પર ક્લિક કરીને આ ઑફરનો લાભ લઈ શકો છો.


આ રૂટ પર ફ્લાઈટ્સ ઉપલબ્ધ રહેશે


આ ઑફર હેઠળ, તમે ઘણા સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્થળો માટે ટિકિટ બુક કરી શકો છો. બેંગકોક (સુવર્ણભૂમિ) થી ક્રાબી અને ફૂકેટની સીધી ફ્લાઈટ છે. બેંગકોક (ડોન મુઆંગ) થી ચિયાંગ માઇ, સાકોન સુધીની સીધી ફ્લાઇટ્સનો પણ સમાવેશ થાય છે. નાકોર્ન, નાકોર્ન શ્રીથામત, ક્રાબી, ફૂકેટ, નહા ત્રાંગ, લુઆંગ પ્રબાંગ, મંડલે, ફ્નોમ પેન્હ, પેનાંગ અને અન્ય ઘણા માર્ગો પર પણ ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે.