એરટેલ પાસે 35 કરોડથી વધુ મોબાઈલ યુઝર્સ માટે એક શાનદાર રિચાર્જ પ્લાન છે, જેમાં યુઝર્સને એક વર્ષ એટલે કે 365 દિવસની વેલિડિટી મળે છે. એરટેલના આ પ્લાનની ખાસ વાત એ છે કે આ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ 5G ઈન્ટરનેટ પણ આપવામાં આવે છે. એરટેલનો આ સસ્તો પ્રીપેડ રિચાર્જ પ્લાન Jio અને BSNLના લાંબા વેલિડિટી રિચાર્જ પ્લાનને ટક્કર આપશે.
એરટેલ પ્લાન
એરટેલનો આ પ્રીપેડ રિચાર્જ પ્લાન 365 દિવસની વેલિડિટી સાથે આવે છે. ભારતી એરટેલનો આ પ્રીપેડ રિચાર્જ પ્લાન દરરોજ 2GB હાઇ સ્પીડ ડેટા ઓફર કરે છે. આ રીતે કુલ 720GB હાઇ સ્પીડ ડેટા મળશે. આ સિવાય આ પ્લાનમાં યુઝર્સને દેશભરમાં કોઈપણ ટેલિકોમ નેટવર્ક પર અનલિમિટેડ ફ્રી કોલિંગનો લાભ મળે છે. એટલું જ નહીં, યુઝર્સને દેશભરમાં ફ્રી નેશનલ રોમિંગનો લાભ પણ મળશે.
એરટેલના આ પ્લાનમાં ઉપલબ્ધ અન્ય ફાયદાઓની વાત કરીએ તો યુઝર્સને દરરોજ 100 ફ્રી SMSનો લાભ મળે છે. ઉપરાંત, જો વપરાશકર્તા પાસે 5G સ્માર્ટફોન છે અને તે 5G કવરેજવાળા વિસ્તારમાં છે તો અનલિમિટેડ 5G ડેટા મફતમાં આપવામાં આવે છે. એરટેલનો આ રિચાર્જ પ્લાન 3,599 રૂપિયામાં આવે છે. આ પ્લાનથી યુઝર્સ પોતાનો નંબર રિચાર્જ કરી શકે છે. આ સિવાય કંપની કેટલીક વેલ્યુ એડેડ સેવાઓ પણ આપે છે.
ત્રણ નવા રિચાર્જ
એરટેલ સાથે જોડાયેલા અન્ય સમાચારોની વાત કરીએ તો કંપનીએ તાજેતરમાં ત્રણ નવા ડેટા રિચાર્જ પેક લોન્ચ કર્યા છે. આ પેક રોજનો ડેટા ખતમ થઈ ગયા પછી પણ કામ કરશે. આ રિચાર્જ પ્લાન 161 રૂપિયા, 181 રૂપિયા અને 351 રૂપિયામાં આવે છે. જો યુઝર્સ આ પ્લાન્સ સાથે તેમનો નંબર રિચાર્જ કરે છે તો તેમને 50GB સુધીના હાઈ સ્પીડ ડેટાનો લાભ મળશે.
299 રૂપિયાનો પાવરફુલ રિચાર્જ પ્લાન
તમને જણાવી દઈએ કે ગ્રાહકોને રાહત આપતા એરટેલે લિસ્ટમાં 299 રૂપિયાનો પાવરફુલ રિચાર્જ પ્લાન ઉમેર્યો છે. આ પ્લાનમાં તમને 28 દિવસની વેલિડિટી મળે છે. તમે કોઈપણ નેટવર્ક પર 28 દિવસ સુધી અનલિમિટેડ કૉલિંગ કરી શકો છો. આ પ્લાનમાં યૂઝર્સને દરરોજ 1 જીબી ડેટા પણ આપવામાં આવશે. તમારે સ્થાનિક અને એસટીડી માટે એક પૈસાનો વધારાનો ચાર્જ ચૂકવવો પડશે નહીં. આ પ્લાનમાં કંપની તમને દરરોજ 100 ફ્રી SMS પણ આપે છે.ફ્રી હેલ્લો ટ્યૂન્સનો પણ લાભ આ પ્લાનમાં યૂઝર્સને મળશે.