નવી દિલ્લી: સમગ્ર વિશ્વ કોરોના વાયરસની ઝપેટમાં છે. આ વાયરસ સામે લડાઈમાં લોકડાઉનનું પાલન કરીને દેશના નાગરિકો પણ મહત્વનું યોગદાન આપી રહ્યા છે. જોકે, લોકડાઉનના કારણે લોકોની સ્માર્ટફોન પર નિર્ભરતા ઘણી વધી ગઈ છે. પોતાના સ્વજનો સાથે સંકળાયેલા રહેવા માટે મોટાભાગના સ્માર્ટફોન યૂઝર્સ વધુમાં વધુ વીડિયો કોલ્સ કરી રહ્યા છે. આવા સમયે જે યૂઝર્સ પાસે એરટેલનું કનેકશન છે તેમનો અનુભવ સૌથી સારો રહ્યો છે. આ દાવો ઓપનસિગનલના તાજા રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. ઓપનસિગનલ  રિપોર્ટ ગ્રાહકોના મોબાઈલ અનુભવનું વિશ્લેષણ કરતા સ્વતંત્ર વૈશ્વિક રિપોર્ટ છે.

વીડિયો મામલે સૌથી શ્રેષ્ઠ અનુભવ આપી રહી છે એરટેલ

ઓપનસિગનલના રિપોર્ટનો અર્થ છે કે એરટેલ યૂઝર્સને વીડિયો જોવાનો સૌથી શ્રેષ્ઠ અનુભવ મળી રહ્યો છે. એરટેલના કનેક્શન પર વીડિયો બીજી કંપનીઓની તુલનામાં ફાસ્ટ ચાલી રહ્યો છે. એટલું જ નહીં વીડિયો ચાલતો હોય તે દરમિયાન પણ એરટેલના યૂઝર્સને જોવામાં કોઈપણ પ્રકારના અવરોધ કે બફરિંગનો સામનો કરવો નથી પડતો.

બીજી તરફ કેટલાક અગ્રણી નેટવર્ક પ્રોવાઈડર્સની વાત કરીએ તો તેમને ઓપનસિગનલના રિપોર્ટમાં કેયર કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે બીજી કંપનીઓના યૂઝર્સને હાઈ ક્વોલિટીમાં  વીડિયો કન્ટેન્ટ જોવા દરમિયાન પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.

રિપોર્ટ પ્રમાણે વીડિયોના સૌથી શ્રેષ્ઠ અનુભવના મામલે એરટેલ બીજા પર ભારે પડ્યું છે. રિપોર્ટમાં એરટેલને ફેયર (40-55)થી ગુડ (55-65)ની કેટેગરીમાં પ્રમોટ કરવામાં આવી છે.  કોઈપણ ટેલિકોમ ઓપરેટર દ્વારા ભરવામાં આવી સૌથી મોટી છલાંગ હોવાનું પણ ઓપનસિગનલના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે.

વોઈસ કોલમાં પણ એરટેલ આગળ
આ કેટેગરીમાં પણ ઓપનસિગનલે એરટેલને સૌથી શ્રેષ્ઠ ગણાવી છે. 75.5 પોઈન્ટ સાથે એરટલનો બીજી કંપનીઓની તુલનામાં શ્રેષ્ઠ વોઈસ અનુભવ રહ્યો છે.  એરટેલ યૂઝર્સને વોઈસ કોલ ક્વોલિટીમાં કોઈ પણ પ્રકારની ફરિયાદ નહીં હોવાનો  રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે.


આ કેટેગરીમાં અન્ય અગ્રણી નેટવર્ક પ્રોવાઈડર્સને Poor રેટિંગમાં રાખવામાં આવ્યા છે. જેનો અર્થ છે કે, આ કંપનીઓના યૂઝર્સ વોઈસ કોલની સર્વિસથી ખુશ નથી. આ યુઝર્સને વોઈસ કોલ દરમિયાન સતત કોઈને કોઈ પરેશાનીનો સામનો કરવો પડ્યો છે.

ડાઉનલોડિંગ સ્પીડમાં એરટેલનો અનુભવ સૌથી શ્રેષ્ઠ
ડાઉનલોડિંગ સ્પીડમાં એરટેલના યૂઝર્સનો અનુભવ સૌથી શ્રેષ્ઠ સાબિત થયો છે. એરટેલ યૂઝર્સને 10.1 Mbpsની સ્પીડ મળતી હોવાનો ઓપનસિગનલના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે અને આ કેટેગરીમાં એરટેલ તમામ નેટવર્ક્સમાં તેના યૂઝર્સ માટે સૌથી શ્રેષ્ઠ કામ કરી રહ્યું છે.



લેટેંસી એક્સપીરિયંસ
યૂઝરના એક્શન અને વેબ એપ્લિકેશનની પ્રતિક્રિયા વચ્ચેના અંતરને લેટેંસી એકસપીરિયંસ કહે છે. એટલે કે જેટલી લેટેંસી ઓછી તેટલું તમારું નેટવર્ક શ્રેષ્ઠ ગણાય છે. આ કેટેગરીમાં પણ એરટેલે બાજી મારી અને તેનો સરેરાશ રિસ્પોન્સ ટાઈમ 54.1 સેકંડ્સ રહ્યો છે. આ મામલે બીજા સ્થળના સર્વિસ પ્રોવાઈરને 56.3 મિલી સેકેંડ્સનો સરેરાશ રિસ્પોન્સ ટાઈમ રહ્યો અને ત્રીજા સ્થળનો સ્કોર 60.6 મિલી સેકેંડ્સ રહ્યો.

આ બધુ જાણ્યા બાદ તમે અનેક બાબતોમાં શ્રેષ્ઠ સર્વિસ આપતા નેટવર્કની જ પસંદગી કરશો. ઓપનસિગનલના રિપોર્ટ પ્રમાણે એરટેલ અનેક રીત બીજા નેટવર્ક પ્રોવાઈડર્સથી આગળ છે."