Airtel Xstream Fiber broadband plans : એરટેલે તેના નવા યુઝર્સ માટે નવા Xstream ફાઇબર બ્રોડબેન્ડ પ્લાન્સ લોન્ચ કર્યા છે, જે અગાઉના પ્લાનથી બહુ અલગ નથી પરંતુ ગ્રાહકોને વધુ સારા લાભો સાથે નવા પ્લાન મળશે. કંપનીએ 3 નવા પ્લાન લોન્ચ કર્યા છે જેની કિંમત રૂ.699, રૂ.1099 અને રૂ.1599 છે. જાણો આ જબરદસ્ત પ્લાન વિશે 


રૂ.1599નો પ્લાન
આ પ્લાન કંપનીના રૂ.1498ના પ્લાન જેવો જ છે પરંતુ આ નવા પ્લાન સાથે ગ્રાહકોને  Airtel 4K Xstream Box અને 350થી વધુ ચેનલ્સ મળશે. ગ્રાહકોએ આ બોક્સ માટે એક વખતના 2000 રૂપિયા ચૂકવવા પડશે, આ બોક્સની મદદથી કેબલ ટીવી જોવાની સાથે OTTનો આનંદ માણી શકાશે.


આ ઉપરાંત 300Mbpsની સ્પીડ સાથે Amazon Prime, Netflix અને Disney + Hotstarની મફત ઍક્સેસ પણ મળશે. આ સિવાય ErosNow, SonyLIV, Hoichoi, Lionsgate Play, Shemaroo, Manorama Max, HungamaPlay, Ultra, DivoTV, EPICon, Klikk, Dollywood, Nammaflix અને Shorts TV સહિત 14 OTT પ્લેટફોર્મ્સ માટે Airtel Xtreme પ્રીમિયમ સિંગલ લોગિન મળશે. આ પ્લાન સાથે માસિક 3.3TB એટલે કે 3300GB ડેટા મળશે.


રૂ.1099નો  પ્લાન
આ પ્લાનમાં 200Mbpsની સ્પીડ સાથે 3.3TB ડેટા આપવામાં આવી રહ્યો છે. આ પ્લાનમાં OTT લાભો રૂ.1599ના પ્લાન જેવા જ છે, ફરક એટલો જ છે કે આ પ્લાનમાં ગ્રાહકોને Netflixનો લાભ નહીં મળે પરંતુ અન્ય તમામ OTT પ્લેટફોર્મને ઍક્સેસ કરી શકાશે.  એરટેલ એક્સસ્ટ્રીમ બોક્સ ઓફર પણ આ પ્લાન સાથે મળે  છે અને ગ્રાહકને 350 થી વધુ ટીવી ચેનલો પણ મળશે.


રૂ.699નો પ્લાન
699 રૂપિયાના આ બ્રોડબેન્ડ પ્લાન સાથે ગ્રાહકોને 40Mbpsની સ્પીડ સાથે ઉપરોક્ત તમામ OTT પ્લેટફોર્મની ઍક્સેસ મળશે. પરંતુ આ પ્લાન સાથે Amazon Prime Video અને Netflixનો લાભ નહીં મળે. આ પ્લાન સાથે દર મહિને 3300 જીબી ડેટા સાથે ટીવી ઑફર્સ પણ ઉપલબ્ધ થશે.