છેલ્લા છ વર્ષથી દેશમાં 4જીની એન્ટ્રી બાદ ઘણી ચીજો પૂરી રીતે બદલાઈ ચુકી છે. 4જી નેટવર્ક મળવાથી સ્પીડથી ઈન્ટરનેટે આપણી કામ કરવાની રીતથી લઈ, એન્ટરટેનમેન્ટ અને અભ્યાસને આસાન બનાવી દીધું છે. કોરોના વાયરસ મહામારી દરિમાયન પણ 4જી નેટવર્ક લોકોના કામને સરળ બનાવવા માટે મદદગાર સાબિત થઈ રહ્યું છે. પરંતુ ભારતના એક મહત્વપૂર્ણ હિસ્સા અંદમાન નિકોબાર ટાપુમાં અત્યાર સુધી ફાસ્ટ 4જી નેટવર્ક ઉપલબ્ધન નહોતું.


ભારતની સૌથી મોટી મોબાઈલ કંપનીઓ પૈકીની એક, એરટેલે બીએસએનએલ સાથે પાર્ટનરશિપ કરીને અંદામાન નિકોબારને અલ્ટ્રા ફાસ્ટ 4જી નેટવર્ક સર્વિસ ઉપલબ્ધ કરાવી છ. દેશના પ્રધાનમંત્રી મોદીએ ખુદ અંદમાન નિકોબાર ટાપુને આ સેવાની ભેટ આપી છે.

એરટેલ હંમેશા તેના યૂઝર્સના ફીડબેકને સાંભળતું આવ્યું છે એટલું જ નહીં તેમની અપેક્ષા પર પણ ખરું ઉતર્યું છે. તેથી કંપનીએ અંદામાન નિકોબાર ટાપુને પણ અલ્ટ્રા ફાસ્ટ 4જી નેટવર્કથી જોડી દીધું છે. જોકે એરટેલ માટે આ કામ કોઈ પડકારથી ઓછો નહોતો. પ્રધાનમંત્રી મોદીએ ચેન્નઈથી સમુદ્રથી નીચે 2313 કિલોમીટરનો ઓપ્ટિકલ ફાઇબલ કેબલ બીછાવીને અંદામાન નિકોબાર ટાપુ પર 4જી સેવા શરૂ કરી છે. એરટેલ અંદમાન નિકોબારમાં યૂઝર્સને 4જી અલ્ટ્રા હાઈ સ્પીડ ઉપલબ્ધ કરાવનારી પ્રથમ મોબાઇલ કંપની બની છે.એરટેલ 2005થી અંદામાન નિકોબારમાં યૂઝર્સને મોબાઈલ સેવા ઉપલબ્ધ કરાવી રહી છે.



પ્રધાનમંત્રી મોદીએ આશા વ્યક્ત કરી છે કે 4જી સેવા લોન્ચ થવાથી અંદામાન નિકોબારમાં અભ્યાસ, બેંકિંગ અને ઓનલાઈન દુનિયા સાથે જોડાયેલા તમામ કામમાં વેગ આવશે. એરટેલના ચેરમેન સુનીલ ભારતી મિત્તલે આ ઉપલબ્ધિ પર પીએમ મોદીનો આભાર માન્યો છે. સુનીલ ભારતી મિત્તલે કહ્યું, ફાઇબર લાઇનના કારણે ભારતે ડિજિટલ ટ્રાન્સમિશનમાં  એક નવી સિદ્ધી હાંસલ કરી છે.

સુનીલ ભારતીએ 4જી નેટવર્ક દ્વારા ટાપુ પર મોટા બદલાવ થવાની આશા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું, ફાઈબર લીંક અંદમાન નિકોબાર માટે ગેમ ચેન્જર સાબિત થશે. તમામ લોકોને ફાઈબર લિંકથી 4જી સેવા મળશે અને તે જલદી 5જી સેવા માટેનો રસ્તો બનશે. એરટેલ સરકારના ડિજિટલ ઈન્ડિયા  કેમ્પેન અંતર્ગત હાથથી હાથ મિલાવીને ઉભું છે. અમને આશા છે કે ટેલીકોમ ડિપાર્ટમેન્ટ અંતરને ઓછું કરવામાં પુલનું કામ કરશે.



યૂઝર્સની સમસ્યાને હલ કરવામાં એરટેલ સૌથી આગળ રહે છે. અરટેલે તેના યૂઝર્સની પરેશાની ઓછી કરવા ઝીરો કમ્પલેંટ મુહિમ શરૂ કરી છે. જેનો હેતુ યૂઝર્સની સમસ્યાઓને પૂરી રીતે ખતમ કરવાનો છે. એરટેલ તેના યૂઝર્સને ઈન્ડોક કવરેજ, લોકડાઉનમાં રિચાર્જ અને સ્લો ડેટા જેવા સવાલોના જવાબ આપી ચુક્યું છે અને અંદામાન ટાપુ પર અલ્ટ્રા ફાસ્ટ 4જી નેટવર્કનું લોન્ચ પણ આ દિશામાં એક નવું અને સારું પગલું છે.