નવી દિલ્હીઃ ભારતીય ટેલિકોમ કંપની ભારતી એરટેલ હવે 3જી સર્વિસ શટ ડાઉન કરવાની તૈયારીમાં છે. એરટેલે જાહેરાત કરી છે કે કોલકત્તામાં કંપની 3જી નેટવર્ક શટડાઉન કરી રહી છે. કારણ કે કંપની હવે 4જી સર્વિસ પર ધ્યાન આપવા માંગે છે. જેથી તે ધીરે ધીરે બીજા સ્થળો પર પણ 3જી સર્વિસ બંધ કરી શકે છે.


રિપોર્ટ અનુસાર, હવે શહેરમાં હાઇ સ્પીડ 4જી બ્રોડબેન્ડ મળશે. કંપનીએ 3જી માટે યુઝ કરવામાં આવતા 900 MHz બૈન્ડ સ્પેક્ટ્રમને રિફેમ કરીને પોતાના 4જી નેટવર્કને સારી કરશે. એરટેલ 4જી સર્વિસ માટે સ્ટેટ ઓફ ધ આર્ટ L900 ટેકનોલોજીને 900MHz બેન્ડ પર યુઝ  કરી છે.

ભારતી એરટેલની ચીફ ટેકનોલોજી ઓફિસરે કહ્યું કે, અમે ભારતમાં પોતાના તમામ 3જી સ્પેક્ટ્રમ રિફેમ કરવાની યોજના બનાવી રહ્યા છીએ અને તેને તબક્કાવાર રીકે 4જી માટે ડિપ્લોય કરીશું. તે સિવાય તેનાથી સ્માર્ટફોન ઇકોસિસ્ટમને ફાયદો મળશે જે હવે 4જી ઓનલી ડિવાઇસ તરફ આગળ વધશે. એરટેલ કોલકત્તામાં ભલે 3જી સર્વિસ બંધ કરી રહી હોય પરંતુ કંપની 2જી સર્વિસ ચાલુ રાખશે. કંપનીએ પોતાના તમામ 3જી કસ્ટમર્સને પોતાના હેન્ડસેટ અને સિમને અપગ્રેડ કરવા માટે નોટિફિકેશન મોકલ્યું છે જેથી 4જી સર્વિસનો ફાયદો ઉઠાવી શકે.